Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ટ્રમ્પ ટાઢા પડયા! ઇરાનના પાવર પ્લાન્ટ પર 5 દિવસ માટે હુમલો ટાળવાની જાહેરાત છતાં ઈરાન-ઇઝરાયેલ વચ્ચે મિસાઈલ વડે હુમલા યથાવત

Tue, March 24 2026

પશ્ચિમ એશિયામાં ભયાનક યુદ્ધ ભડકેલું છે અને તેની વચ્ચે અમેરિકા અને ઇરાન વચ્ચેના ટકરાવમાં એક નવો જ મોડ આવી ગયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતાના જ 48 કલાક વાળા અલ્ટીમેટમ પર પલ્ટી મારી ગયા હતાં અને હોર્મુઝ જળ માર્ગ ખોલવા માટે ઇરાનને હુમલાની જે ચેતવણી આપી હતી તેના પર બ્રેક મારી દીધી હતી અને એમ કહ્યું હતું કે, ઇરાનના પાવર પ્લાન્ટ પર હુમલાનો પ્લાન 5 દિવસ માટે ટાળી દીધો છે.

ઇઝરાયલ પર બેવડો હુમલો

આજે ઇઝરાયલને બેવડો ફટકો પડ્યો. એક મોરચે, ઇઝરાયલની રાજધાની, તેલ અવીવ પર ઈરાને અનેક મિસાઈલો છોડી. પોલીસનું કહેવું છે કે તેલ અવીવમાં વિસ્ફોટ ઈરાની હથિયારથી થયો હતો. ઇઝરાયલી પોલીસે અહેવાલ આપ્યો છે કે આશરે 100 કિલોગ્રામ (220 પાઉન્ડ) વિસ્ફોટકો ધરાવતા ઈરાની હથિયારથી નુકસાન થયું હતું. મિસાઈલે રહેણાંક શેરીમાં ઘરો અને કારને નુકસાન પહોંચાડ્યું હતું, જોકે કોઈને ગંભીર ઈજા થઈ હોવાના કોઈ અહેવાલ નથી.

બીજા મોરચે, હિઝબુલ્લાહે લેબનોનથી IDF પર રોકેટ હુમલો કર્યો. હિઝબુલ્લાહે જણાવ્યું હતું કે, “અમે દક્ષિણ લેબનોનમાં દુશ્મન ઇઝરાયલી સૈનિકોના એક યુનિટને મિસાઈલોથી નિશાન બનાવ્યું હતું.”

આ પણ વાંચો: કોરોનાકાળ જેવા પડકારનો સામનો કરવા તૈયાર રહેવું પડશે: વડાપ્રધાને કહ્યું,’પેટ્રોલ, ડીઝલ-ગેસની અછત ન થાય તે માટે સરકાર સક્રિય’

ઇરાન સાથે છેલ્લા 2 દિવસથી વાતચીત

ટ્રમ્પે 5 દિવસ સુધી ઇરાનના વિજળી સંયત્રો પર હુમલાની યોજના અટકાવી દીધી છે. આ એલાન કરવા સાથે એમણે એમ પણ કહ્યું હતું કે, અમારી ઇરાન સાથે છેલ્લા 2 દિવસથી વાતચીત ચાલી રહી છે અને હવે આગળની વાતના પરિણામ બાદ હુમલા અંગેનો નિર્ણય લેવાશે.

આ પહેલા ટ્રમ્પે ઇરાનને એવી ચેતવણી આપી હતી કે, જો 48 કલાકમાં તે હોર્મુઝ જળ માર્ગ નહીં ખોલે તો તેના પાવર પ્લાન્ટ પર હુમલા કરવામાં આવશે. આમ એકાએક ટ્રમ્પ ઇરાન પર ભયાનક હુમલો કરવાના પોતાના પ્લાનમાં પાછળ હટી ગયા હતાં અને ઇરાન સાથે એમણે વાતચીતનો માર્ગ અપનાવી લીધો છે.

48 કલાકની અવધી પુરી થતાં પહેલા જ ટ્રમ્પે આ અતિ ભયાનક હુમલાનો પ્લાન 5 દિવસ માટે અટકાવી દીધાની જાહેરાત કરતાં જ યુદ્ધ રોકાઇ જવાની અટકળો પણ વહેતી થઇ ગઇ હતી.

ઇરાને કહ્યું “અમારી વચ્ચે કોઇ વાતચીત થઇ નથી”

ટ્રમ્પે ઇરાનના પાવર પ્લાન્ટ પર હુમલા કરવાની યોજના 5 દિવસ માટે ટાળી દીધાની જાહેરાત કર્યા બાદ ઇરાને ટ્રમ્પને નિરાશ કરીને એમ જાહેર કર્યુ હતું કે, અમેરિકા સાથે અમારી કોઇ વાતચીત થઇ નથી, અને કોઇ મધ્યસ્થી મારફત પણ સંપર્ક થયો નથી. ઇરાનની ન્યુઝ એજન્સી દ્વારા આ પ્રકારનો અહેવાલ અપાયો હતો. તેનો અર્થ એવો છે કે, ઇરાન યુદ્ધ ચાલુ રાખવા માગે છે.

ટ્રમ્પની જાહેરાત બાદ ક્રુડનો ભાવ 11% ઘટી ગયો

અમેરિકી પ્રમુખ ટ્રમ્પની ઇરાનના પાવર પ્લાન્ટ પર હુમલા કરવાની યોજના 5 દિવસ માટે ટાળવામાં આવી છે તેવી જાહેરાત થયા બાદ ક્રુડને પણ સુરાતન ચડી ગયું હતું અને ક્રુડના ભાવમાં 11%નો સીધો જ ઘટાડો થઇ ગયો હતો અને 101 ડોલર પ્રતિ બેરલ થઇ ગયો હતો. જો કે ઇરાને વાતચીતનો ઇનકાર કર્યો છે ત્યારે ક્રુડના ભાવમાં ફરીથી ભડકો થવાનો થયો પણ રહેલો છે.

Share Article

Other Articles

Previous

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી ગોવાની ફ્લાઈટ એક મહિના માટે કેન્સલ: મુંબઇની ડેઈલી 7 ફ્લાઈટ ઉડાન ભરશે

Next

ટ્રમ્પે પાંચ દિવસ માટે યુદ્ધ રોકયાની જાહેરાત કરી છતાં ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સામ સામે મિસાઈલ વડે હુમલા યથાવત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
IPLમાં સ્પૉન્સરશિપ 1000 કરોડને પાર: RCB-MI-CSK જ 150 કરોડ કમાશે, ગુજરાત-KKRની પણ બલ્લે બલ્લે
10 મિનિટutes પહેલા
જમીનના બદલે નોકરી અંગેના લાંચના કેસમાં લાલુપ્રસાદ યાદવને લાગ્યો ઝટકો, સીબીઆઇની એફઆઇઆર રદ કરવા અંગેની અરજી હાઇકોર્ટે ફગાવી
24 મિનિટutes પહેલા
રાજકોટમાં ડ્રાયફ્રુટની આયાતને બ્રેક: ઈરાની મામરો બદામનો ભાવ 6000 સુધી પહોંચ્યો, જો યુદ્ધ લાબું ચાલે તો સિંગ-ગોળ ખાવા પડશે!
50 મિનિટutes પહેલા
નવી પ્રવાસન નીતિ: હોટલ બાંધકામ માટે હળવા નિયમો અને ઝડપી મંજુરી! કર પ્રોત્સાહન, લીકર પરમિટમાં છૂટછાટ સહિતના લાભ આપવા કવાયત
1 કલાક પહેલા
Categories

નેશનલ

3014 Posts

Related Posts

આજથી સૌરાષ્ટ્ર કચ્છના 7 હજાર સસ્તા અનાજના વેપારીઓ હડતાલ ઉપર
રાજકોટ
3 વર્ષ પહેલા
ગૌતમ અદાણી કે સાગર અદાણી સામે લાંચનો કોઈ આરોપ નથી : અદાણીના વકીલનો દાવો
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
આ સ્પેનિશ ફિલ્મની રિમેક છે આમિરની ‘Sitaare Zameen Par’, એક-એક સીન કરાયો કોપી : ફેન્સે શેર કર્યા પ્રૂફ
Entertainment
10 મહિના પહેલા
કેરળમાં અકસ્માતમાં MBBSના પાંચ છાત્રોના કમકમાટી ભર્યા મોત
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર