યુએસમાં અદાણી સામેના ત્રણેય કે કેસની ટ્રાયલ એક જ કોર્ટમાં ચાલશે
ભારતના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામે અમેરિકામાં નોંધાયેલા ત્રણ અલગ અલગ ગુનાની ટ્રાયલ હવે એક જ કોર્ટમાં ચાલશે. એ તમામ કેસની વિગતો મહદ અંશે એક સરખી હોવાથી ન્યાયિક પ્રક્રિયા ઝડપી અને સરળ બનાવવા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
અદાણી સામે ભારતમાં સોલાર એનર્જી વિતરણ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે કથિત રીતે 265 મિલિયન ડોલરની લાંચ અપાયા હોવાના આરોપસર અમેરિકામાં ત્રણ ગુના નોંધાયા હતા.તેમાં યુએસ.વિરુદ્ધ અદાણી અને અન્યો સામે ક્રિમીનલ ફરિયાદ અને સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન વિરોધ અદાણી અને અન્યો તેમ જ સિક્યુરિટીક એન્ડ એક્સચેન્જ વિરૂદ્ધ કેબેન્સ સામે સિવિલ ફરિયાદો નોંધાઈ છે.
આ કેસની અત્યાર સુધી અલગ અલગ અદાલતોમાં સુનાવણી ચાલતી હતી પણ હવે અદાલતના આદેશને પગલે હવે તે તમામની ટ્રાયલ ડિસ્ટ્રિક્ટ જજ નિકોલસ જી.ગારાઉફિસ ની કોર્ટમાં ચાલશે.નોંધનીય છે કે અદાણી જૂથે આ તમામ આરોપો નકારી કાઢ્યા છે.