હની ટ્રેપમાં ફસાવી બાંગ્લાદેશના સંસદનું મિત્રએજ કાસળ કઢાવ્યું
હત્યા કર્યા બાદ લાશના અનેક ટુકડા કર્યા
કોલકાતામાં બાંગ્લાદેશના સાંસદ અનવારુલ અઝિમ અનારની હત્યામાં સનસનીખેજ ખુલાસો થયો છે. તેમને હનીટ્રેપમાં ફસાવીને તેમના જ મિત્રોએ હત્યા કરાવી હોવાનું ખુલ્યું છે. હત્યા બાદ તેમની લાશના ટુકડા કરી અલગ અલગ જગ્યાએ ફેંકી દેવામાં આવ્યા હતા. લાશના ટુકડા કરનાર મૂળ બાંગ્લાદેશના અને મુંબઈમાં ગેરકાયદે રહેતા એક કસાઈની ધરપકડ કરવામાં આવી છે.
કોલકાતા પોલીસના જણાવ્યા અનુસાર અનવારુલ અઝિમ છેલ્લે ન્યુ ટાઉન વિસ્તારમાં એક ફ્લેટમાં એક પુરુષ અને મહિલા સાથે જતા દેખાયા હતા. એ ફ્લેટ અનવારૂલના અમેરિકા ખાતે રહેતા મિત્રનો હોવાનું ખુલ્યું છે. તેમના એ મિત્રએ અમેરિકાનું નાગરિકત્વ મેળવ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. એ મિત્રએ જ પાંચ કરોડ રૂપિયાની ખંડણી આપી અને હત્યા કરાવી હોવાનું પોલીસનું માનવું છે.
પોલીસના જણાવ્યા અનુસાર અનવારૂલ સાથે ફ્લેટમાં પ્રવેશેલી મહિલા પણ એ અમેરિકન નાગરિકની મિત્ર છે. અનવારૂલનું ગળું દબાવીને હત્યા કર્યા બાદ તેમની લાશના અનેક ટુકડા કરવામાં આવ્યા હતા. એ ફલેટમાંથી બાદમાં એ મહિલા અને પુરુષ મોટી બેગ સાથે બહાર નીકળતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. બાદમાં લાશના ટુકડાઓ જુદી જુદી જગ્યાએ ફેંકી દીધા હોવાનું માનવામાં આવે છે.
સાંસદની લાશના ટુકડા કરનાર જીહાદ હવાલદાર નામના 24 વર્ષના મૂળ બાંગ્લાદેશના યુવાનની પોલીસે મુંબઈમાંથી ધરપકડ કરી હતી. આશક મુંબઈમાં ગેરકાયદે રહેતો હોવાનું તપાસમાં ખુલ્યું છે.