આંખના પલકારે ટ્રેન અદૃશ્ય! માત્ર 2 સેકન્ડમાં 700 કી.મીની સ્પીડ, ચીનની ટ્રેને નવો વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો, જુઓ વિડીયો
ચીને અતિઝડપી મુસાફરીના ક્ષેત્રમાં એક નવો વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે. ચીનની સુપરકન્ડક્ટિંગ મેગલેવ (Maglev) ટ્રેને માત્ર 2 સેકન્ડમાં 700 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ હાંસલ કરી છે. આ અત્યાર સુધીની દુનિયાની સૌથી ઝડપી સુપરકન્ડક્ટિંગ ઇલેક્ટ્રિક મેગલેવ ટ્રેન ગણાય છે.
આ ઐતિહાસિક પરીક્ષણ ચીનની નેશનલ યુનિવર્સિટી ઓફ ડિફેન્સ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કર્યું હતું. પરીક્ષણ દરમિયાન આશરે 1,000 કિલોગ્રામ વજનની ટ્રેનને 400 મીટર લાંબા ટ્રેક પર ચલાવવામાં આવી, જ્યાં તે વીજળીની જેમ પાટા પાસેથી પસાર થઈ ગઈ. ટ્રેનને આ અતિઝડપી ગતિ સુધી લઈ ગયા બાદ તેને સુરક્ષિત રીતે રોકી પણ લેવામાં આવી, જે ટેક્નોલોજીની સફળતા દર્શાવે છે.
પરીક્ષણનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં ટ્રેન ચમકદાર ચાંદીની રેખા જેવી ઝબકતી દેખાય છે. એટલી ઝડપ છે કે માનવીની આંખે તેને પકડવી પણ મુશ્કેલ બની જાય. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ પ્રવેગ (acceleration) એટલો શક્તિશાળી છે કે આ જ ટેક્નોલોજીથી રોકેટ લોન્ચ કરવું પણ શક્ય બની શકે.
This is China’s 600 km/h high-speed maglev train, the fastest ground transportation currently available. It officially rolled off the production line as early as 2021.
— Li Zexin 李泽欣 (@XH_Lee23) December 25, 2025
Now, the dawn of 700 km/h maglev travel is already upon us. https://t.co/aRwfVLpv0i pic.twitter.com/xNjvHh8nFz
આ સિદ્ધિ ભવિષ્યની અતિઝડપી મુસાફરી માટે માર્ગ ખોલે છે. આ ગતિએ ટ્રેનો દોડવા લાગશે તો લાંબા અંતરનાં શહેરો વચ્ચેનું અંતર મિનિટોમાં સમાઈ જશે.
પ્રોફેસર લી જીએ જણાવ્યું કે, “આ અલ્ટ્રા-હાઈ સ્પીડ સુપરકન્ડક્ટિંગ મેગલેવ સિસ્ટમ ચીનમાં અતિઝડપી પરિવહનના સંશોધનને નવી ગતિ આપશે.” નોંધપાત્ર છે કે આ પ્રોજેક્ટ પર વૈજ્ઞાનિકો છેલ્લા દસ વર્ષથી સતત કામ કરી રહ્યા છે. આ વર્ષે જાન્યુઆરીમાં જ આ જ ટ્રેક પર ટ્રેને 648 કિ.મી. પ્રતિ કલાકની ગતિ નોંધાવી હતી.
🚄🇯🇵 Le train japonais Maglev L0 ne se contente pas d’être rapide : il redéfinit littéralement la notion de vitesse dans le transport moderne.
— Le Contemplateur (@LeContempIateur) December 4, 2025
Grâce à la lévitation magnétique, il flotte au-dessus de son rail, éliminant toute friction et lui permettant d’atteindre plus de 600… pic.twitter.com/hnV4VnZ3Ro
શું છે મેગલેવ ટ્રેન ?
મેગલેવ એટલે કે મેગ્નેટિક લેવિટેશન ટ્રેન પાટા પર દોડતી નથી, પરંતુ પાટા ઉપર હવામાં તરતી રહે છે.એક એવી ટેકનોલોજી છે જેમાં શક્તિશાળી સુપરકન્ડક્ટિંગ મેગ્નેટ્સ ટ્રેનને પાટાથી ઊંચે ઉઠાવે છે. ટ્રેન અને ટ્રેક વચ્ચે કોઈ સ્પર્શ ન હોવાથી ઘર્ષણ લગભગ શૂન્ય રહે છે.ટ્રેનનેઆગળ ધપાવવા માટે ઇલેક્ટ્રોમેગ્નેટિક પ્રવેગ ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. આ ટેક્નોલોજી ભવિષ્યમાં હાઈપરલૂપ,રોકેટ લોન્ચ તેમ જ વિમાનના સ્મૂથ ટેક-ઓફ માટે પણ ઉપયોગી બની શકે છે.
