મુંબઈના કયા વિસ્તારમાં બની કરૂણ ઘટના ? કેટલાના મોત થયા ? જુઓ
મુંબઈથી એક હચમચાવી મૂકે તેવા અહેવાલ રવિવારે બહાર આવ્યા હતા. અહીં ચેમ્બુરમાં આવેલી સિદ્ધાર્થ કોલોનીમાં આવેલી ચાલમાં એક ઇમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનની આગને પગલે ઉપરના માળે રહેતાં પરિવારના 7 સભ્યો જીવતાં ભડથું થઈ ગયા હતા. આ ઘટના વહેલી સવારે પાંચ વાગ્યે બની હતી.
માહિતી અનુસાર બિલ્ડિંગમાં આવેલા વીજમીટરના બોક્સમાં કોઈ કારણોસર આગ લાગી ગઇ હતી અને પછી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આખી ઈમારતને ભરડામાં લઈ લેતાં એક જ પરિવારના 7 લોકોને કાળ ભરખી ગયો હતો. જે ઈમારતમાં આગ લાગી તેમાં નીચેના ફ્લોર પર દુકાન હતી અને ઉપરના માળે પરિવાર રહેતો હતો.
મૃતકોની ઓળખ પારસ ગુપ્તા (7), નરેન્દ્ર ગુપ્તા (8), મંજુ ગુપ્તા (30), પ્રેમ ગુપ્તા (30), અનિતા ગુપ્તા (39) તરીકે થઈ હતી. મૃતકોમાં બે બાળકો હતા. આગમાં ગંભીર રીતે દાઝી જવાને પગલે તેઓને નજીકની રાજાવાડી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યા હતા.
પહેલા 5 લોકોના મોતના ખબર આવ્યા હતા પણ બાદમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાકીના સભ્યોના પણ મોત તીહાઈ જતાં મૃત્યુ આંક 7 ઉપર પહોંચી ગયો હતો.