આવતીકાલે 5મી ઓગસ્ટ : શું સરકાર લેશે કોઈ મોટો નિર્ણય? જાણો શું છે 5મી ઓગસ્ટ સાથે જોડાયેલો ઇતિહાસ
વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે રવિવારે રાત્રે એકાએક રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. પહેલા વડાપ્રધાન મળવા ગયા હતા અને કોઈ મુદ્દે જરૂરી ચર્ચા થઈ હતી. ત્યારબાદ ગૃહમંત્રી અમિત શાહે પણ મુલાકાત કરી હતી. આ ઘટના બાદ દેશના રાજકીય વર્તુળોમાં જાતજાતની ચર્ચા અને અટકળોની બજાર ગરમ બની હતી. 5 ઓગસ્ટે સરકાર કોઈ મોટો નિર્ણય કરવા જઈ રહી છે તેવા અંદાજ બાંધવામાં આવી રહ્યા છે. ભૂતકાળમાં 5 ઓગસ્ટે દેશમાં ઐતિહાસિક નિર્ણય થયા હતા. આમ હવે આ બારામાં કોઈ મોટો નિર્ણય થઈ શકે છે તેમ મનાય છે.
આ પણ વાંચો : દિલ્લીમાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા ઉડયા : સંસદ ભવન પાસે મહિલા સાંસદનો જ ચેન લૂંટાયો, બાઈક સવાર ફરાર
જો કે આ માટે પણ ઘણા એવું અનુમાન થઈ રહ્યું છે કે સરકાર જમ્મુ-કાશ્મીર રાજ્યને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપી શકે છે. અન્ય અટકળો મુજબ સંસદમાં યુસીસી કાયદા અંગે કઈક નવાજૂની પણ થઈ શકે છે. આ રીતે કોઈ મોટો નિર્ણય થઈ શકે છે તેવી ચર્ચાએ જોર પકડયું હતું.
5 ઓગસ્ટનો દિવસ ભારત માટે પહેલા પણ ખાસ રહ્યો છે. 5 ઓગસ્ટ, 2025 ના રોજ થનારા મોટા પરિવર્તન વિશે વાત કરતા પહેલા, 5 ઓગસ્ટના રોજ લેવાયેલા બે મોટા નિર્ણયોની યાદ અપાવવી જરૂરી છે. 5 ઓગસ્ટ,2019ના રોજ, સંસદે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવી એ કોઈ ચમત્કારથી ઓછું નહોતું. આખી દુનિયાએ નિર્ણયને ચમત્કાર માન્યો હતો.
આ પણ વાંચો : હવે તમારે મોબાઈલ નંબર વેરિફિકેશન માટે ચૂકવવો પડશે ચાર્જ! સાઈબર સુરક્ષા અંતર્ગત સરકાર મોબાઈલ નંબરની કરશે ખરાઈ
તેવી જ રીતે,. 5 ઓગસ્ટ,2020ના રોજ ભગવાન શ્રી રામની નગરી અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. સેંકડો વર્ષોની રાહ જોયા પછી, ભારતના નાગરિકોને 5 ઓગસ્ટ, 2020 ના રોજ રામ મંદિરની ચમત્કારિક ભેટ મળી. ભારત સરકારે 2025 માં 5 ઓગસ્ટના રોજ ફરી એકવાર મોટો ચમત્કાર કરવાની તૈયારીઓ કરી રહી હોય તેવી સંભાવના દેખાઈ રહી છે.
