આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોનું મન પ્રફુલ્લિત રહેશે, આવકના નવા સ્ત્રોત ઊભા થશે ; દિવસ શુભ રહેશે
date : 06-01-2025
આજની રાશિ મીન : 04.40PM મેષ
મેષ (અ,લ,ઇ)
કામમાં મહત્વના નિર્ણયો લઈ શકો છો. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
અનુભવી લોકોનું યોગ્ય માર્ગદર્શન મળશે. ચિંતાઓ માંથી રાહત મળશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
મીથુન (ક,છ,ઘ)
આજે ભવિષ્ય માટે યોજના બનાવી શકો છો. કામના સ્થળે સહ-કર્મચારીઓનો યોગ્ય સહકાર મળશે. દિવસ શુભ રહેશે.
કર્ક (ડ,હ)
કામમાં થાક વધું લાગી શકે છે. નકામી વસ્તુઓમાં સમય વધું વ્યર્થ થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
સિંહ (મ,ટ)
વ્યવસાયમાં લાભદાયક સ્થિતિ રહેશે. મિત્રો તરફથી યોગ્ય સહકાર મળશે. દિવસ શુભ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
કોર્ટ-કચેરીને લગતા કામ પુર્ણ થઇ શકે છે. નવા મિત્રો બનાવી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.
તુલા (ર,ત)
યુવાનોને તેમની કારકિર્દી સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. મહેમાનોનું આગમન થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
વૃશ્ચિક (ન,ય)
આજે મન પ્રફુલ્લિત રહેશે. રમત-ગમતની પ્રવૃતિઓમાં સમય વધું પસાર કરી શકો છો. દિવસ ખુબજ સારો રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
કામના સ્થળે વિશેષ યોગદાન રહેશે. આવક માટે નવો સ્ત્રોત ઉભો કરી શકો છો. દિવસ શુભ રહેશે.
મકર ( ખ,જ)
વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસમાં વધું મહેનત કરવી જોઈએ. ધનનો ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
કામમાં આનંદ તથા ઉત્સાહ વધું રહેશે. ધાર્મિંક કાર્યમાં રસ વધુ રહેશે. દિવસ શુભ રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
આજે તમારું બજેટ વેર-વિખેર થઇ શકે છે. કામને પુર્ણ કરવામાં મુશ્કેલીઓ વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.