આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોએ નાણાંની લેવડ-દેવડમાં કાળજી રાખવી, ચિંતા-તણાવમાં વધારો થશે
date : 24-11 -2024
આજની રાશી સિંહ
મેષ (અ,લ,ઇ)
વિનોદી સ્વભાવથી લોકો આકર્ષિત થઇ શકે છે. કામમાં ખુબજ હળવાશ રહેશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
વૃષભ (બ,વ,ઉ)
સ્વાસ્થ્યને લગતી બાબતો હેરાન કરી શકે છે. કામમાં આળસ થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મીથુન (ક,છ,ઘ)
આજે કામમાં ઓછી મહેનતે યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. સારા સમાચાર મળી શકે છે. દિવસ શુભ રહેશે.
કર્ક (ડ,હ)
પરિવાર સાથે તીર્થયાત્રા સંબંધિત કાર્યક્રમ બની શકે છે. બધાજ કામોને સમયની પહેલાજ પુર્ણ કરી શકો છો. દિવસ આનંદમય રહેશે.
સિંહ (મ,ટ)
કામના સ્થળે થોડા મત-ભેદો થઇ શકે છે. નાણાંની લેવડ-દેવડ કરવામાં કાળજી રાખવી.દિવસ સામાન્ય રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
માનસિક શાંતિનો અનુભવ થશે. કામમાં યોગ્ય સફળતા મળશે. દિવસ ખુબજ સારો રહેશે.
તુલા (ર,ત)
નવા લોકો સાથે પરિચય થઇ શકે છે. આજે ઘણી સમસ્યાઓને ઉકેલી શકો છો. દિવસ શુભ રહેશે.
વૃશ્ચિક (ન,ય)
અધૂરા કામોને પુર્ણ કરી શકો છો. મહેમાનોનું આગમન થઇ શકે છે. દિવસ તાજગી ભર્યો રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
બધાજ કામોને સરળતાથી પુર્ણ કરી શકો છો. વિશેષ લાભ થઇ શકે છે. દિવસ આરામદાયક રહેશે.
મકર ( ખ,જ)
મહત્વના કામમાં ઘ્યાન ઓછુ રહી શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનશે. કામમાં આનંદ તથા ઉત્સાહ વધું રહેશે. દિવસ શુભ રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
અન્ય લોકો આયોજનમાં ખલેલ પાડી શકે છે. ચિંતાઓ તથા તણાવમાં થોડો વધારો થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.