આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને સ્વાસ્થ્યને લગતી બાબતો હેરાન કરી શકે છે, ચિંતા થોડી વધી શકે છે
આજની રાશી કન્યા 04:06AM તુલા
મેષ (અ,લ,ઇ)
ઉતાવળે લીધેલાં નિર્ણયો ખોટા સાબિત થઈ શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
લોકો તમારા કામના ખુબજ વખાણ કરી શકે છે. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
મીથુન (ક,છ,ઘ)
સ્વાસ્થ્યને લગતી બાબતો હેરાન કરી શકે છે. સ્વભાવ ચંચળ રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કર્ક (ડ,હ)
કામમાં સતત વ્યસ્ત રહી શકો છો. અટકાયેલા નાણાં પરત મળી શકે છે. દિવસ ખુબજ સારો રહેશે.
સિંહ (મ,ટ)
આજે મહેનતનું પૂરતું પરીણામ પ્રાપ્ત થઇ શકે છે. અણધાર્યા લાભ થઇ શકે થઇ છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
કામમાં નવી યોજનાઓ બનાવી શકો છો. નકારાત્મક વિચારો દુર થશે. દિવસ શુભ રહેશે.
તુલા (ર,ત)
બધાજ કામોને સમયની પહેલાજ પુર્ણ કરી શકો છો. મિત્રો તરફથી સુંદર ભેટ મળી શકે છે. દિવસ શુભ રહેશે.
વૃશ્ચિક (ન,ય)
આજે કોઈ મંદિરે કે ધાર્મિક સ્થળે જઇ શકો છો. જરૂરિયાત મંદ લોકોની મદદ કરી શકો છો. દિવસ શુભ રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
વિદ્યાર્થીઓ અભ્યાસમાં મહેનતથી યોગ્ય પરીણામ પ્રાપ્ત કરી શકે છે. નવા લોકો સાથે પરિચય થઇ શકે છે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
મકર ( ખ,જ)
ધનની હાની થઇ શકે છે. અન્ય લોકો આયોજનમાં ખલેલ પાડી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
કામના સ્થળે નવી માહિતીઓ પ્રાપ્ત થઇ શકે છે. સગા-સંબંધીઓ સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
કામના સ્થળે વાદ-વિવાદો થઇ શકે છે. ચિંતાઓ થોડી વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.