પશ્ચિમ બંગાળમાં બોમ્બ બનાવતી વેળા જ વિસ્ફોટ ત્રણના મોત: મકાનની છત ધરાશાયી
માર્યા ગયેલા તમામ લોકો રીઢા ગુનેગાર હતા
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના સાગરપુરા ગામમાં શનિવારે રાત્રે એક મકાનમાં બોમ્બ વિસ્ફોટ તથા ત્રણ લોકો માર્યા ગયા હતા. બોમ્બ બનાવતી વેળાએ જ ફૂટતા આ ઘટના સર્જાઇ હતી.
પોલીસના જણાવ્યા મુજબ ઇસ્લામ નામના સક્ષના મકાનમાં શનિવારે રાત્રે ભયંકર વિસ્ફોટ થયો હતો.
એ બોમ્બ ધડાકામાં મામુન મોલ્લાહ ( ઉંમર વર્ષ 25),
શકિરુલ સરકાર ( ઉંમર વર્ષ 28) અને મુસ્તાકીન શેખ
(ઉ.વર્ષ 26) નામના ત્રણ શખ્સોના શરીરના ફુરચે ફુરચા ગયા હતા. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે મકાનની છત પણ તૂટી પડી હતી. ઘટના સ્થળની તપાસ દરમિયાન
બોમ્બે બનાવવાની સામગ્રીના અંશો મળી આવ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ માર્યા ગયેલા ત્રણેય શખ્સો ડ્રગના કારોબાર સાથે સંકળાયેલા હતા અને નાર્કોટિક એક્ટ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
તાજેતરમાં તે તમામનો જામીન ઉપર છુટકારો થયો હતો. જેના મકાનમાં બોંબ બની રહ્યો હતો એ ઇસ્લામ પણ બાંગ્લાદેશ સરહદ પર કેફી દ્રવ્યોની હેરાફેરીમાં સંડોવાયેલો હોવાનું માનવામાં આવે છે.
