ત્રણ ત્રણ કેબિનેટ મંત્રીઓએ પણ ભાજપના વ્હીપનો અનાદર કર્યો
ભાજપ એ બધાને પણ નોટિસ આપશે.
શિસ્તબદ્ધ ગણાતા ભારતીય જનતા પક્ષમાં, વ્હીપ કરી કરેલો હોવા છતાં 19 સાંસદો મહત્વના બિલ સમયે પણ સંસદમાં ગેરહાજર રહેતા ચકચાર જાગી છે. વહીપ નો અનાદર કરનારામાં ત્રણ તો કેબિનેટ મંત્રી છે.
સંસદમાં વન નેશન વન ઇલેક્શન બિલની ચર્ચા અને ત્યારબાદ મતદાન સમયે તમામ સાંસદોને ઉપસ્થિત રહેવા માટે ભાજપે ત્રણ લીટીનો વ્હીપ જારી કર્યો હતો.અલબત સંસદમાં ભાજપ અને તેના સાથી પક્ષોની બહુમતીને કારણે બિલ રજૂ કરવાના ખરડા પર થયેલા મતદાનમાં 269 વિરોધ 198 મતથી ભાજપનો વિજય થયો હતો પરંતુ તે સમયે ભાજપના 19 સાંસદોની ગેરહાજરી ચર્ચાનો વિષય બની ગઈ હતી.મહત્વની વાત એ હતી કે કેન્દ્રીય મંત્રી મંડળના નીતિન ગડકરી, જ્યોતિરાદિત્ય સિંધિયા અને ગિરિરાજ સિંઘ જેવા સિનિયર કેબિનેટ મંત્રીઓ પણ સંસદમાં ઉપસ્થિત નહોતા.ભાજપ દ્વારા આ મંત્રીઓ સહિત તમામ 19 સાંસદોને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવશે.