મુંબઈ ઉપર આતંકી હુમલાનો ખતરો: પોલીસ હાઈ એલર્ટ પર
આગામી તહેવારો અને ચૂંટણી પહેલા મુંબઈ ઉપર મોટો આતંકવાદી હુમલો તોળાઇ રહ્યો હોવાની કેન્દ્ર સરકારની એજન્સીઓએ આપેલી ચેતવણી બાદ પોલીસ તંત્ર હાઇ એલર્ટ પર મુકાઈ ગયું છે.પોલીસ દ્વારા શુક્રવારે ક્રાફોર્ડ માર્કેટમાં મોક ડ્રિલ યોજવામાં આવી હતી.શહેરના અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી મોક ડ્રિલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ઉચ્ચ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ મુંબઈના ભીડભાડ વાળા વિસ્તારોમાં આતંકવાદી હુમલો થવાની ચેતવણીને તંત્રએ ખૂબ ગંભીરતાથી લીધી છે.દરેક ડીસીપી ને તેમના ઝોનમાં સુરક્ષા વ્યવસ્થા અંગે સતર્ક રહેવા તેમ જ જરૂરી કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે પોલીસ દ્વારા અગમચેતીના પગલાં રૂપે ક્રાફોર્ડ માર્કેટ કે જ્યાં બે સમુદાયના મહત્વના ધર્મસ્થાનકો આવેલા છે ત્યાં મોક ડ્રિલ કરવામાં આવી હતી.એ જ રીતે અન્ય સંવેદનશીલ વિસ્તારો તથા ધર્મસ્થાનકોમાં પણ મોક ડ્રીલ નું આયોજન છે. પોલીસે તમામ ધર્મસ્થાનકોને સતર્ક રહેવા તથા શંકાસ્પદ હિમાચલ નજરે પડે તો તુરત જ પોલીસને જાણ કરવા અનુરોધ કર્યો છે.