બીજા દિવસે પણ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર હજારોની અનિયંત્રિત ભીડ
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર શનિવારે રાત્રે થયેલી દુર્ઘટનામાંથી કોઈ બોધપાઠ ન લીધો હોય તેમ સોમવારે પણ રેલ્વે સ્ટેશન ઉપર હજારો લોકોની અનિયંત્રિત ભીડ જોવા મળી હતી. બિહાર જતી ટ્રેનના ડબ્બામાં પ્રવેશવા માટે ભારે ટકા મુખી થતા અંધાધુનથી ફેલાઈ ગઈ હતી.

સ્ટેશન પર, ભારે સામાન લઈને ઘણા મુસાફરો બિહાર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસમાં પ્રવેશવા માટે પ્લેટફોર્મ નંબર 16 પર લાઇનમાં ઊભા હતા, જ્યાં ફરી એક વખત ધક્કા મુક્કીના દ્રશ્યો સર્જાયા હતા હતી. ભારે ભીડને કારણે દરવાજામાં પ્રવેશ ન મેળવી શકનાર એક મહિલાને ઈમરજન્સી વિન્ડો દ્વારા અંદર ધકેલેવામાં આવી હતી. દરભંગા જતી ટ્રેન પ્લેટફોર્મ ઉપર આવી તે સાથે જ હજારો લોકોએ તેમાં પ્રવેશવા પ્રયાસ કરતા શનિવારની દુર્ઘટનાનું પુનરાવર્તન થવાનો ખતરો સર્જાયો હતો.
અનિયંત્રિત મુસાફરો તેમના સામાનને આપત્તિ વિન્ડો દ્વારા ધક્કા મારીને ટ્રેન પર સ્થાન મેળવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. આટલી ભીડ છતાં રેલવે સુરક્ષા દળ ના જવાનો ક્યાંય નજરે પડતા નહોતા.
શનિવારની ઘટના બાદ એલર્ટ જાહેર કરાયું હોવાની અને ઝડપ વ્યવસ્થા કરાઈ હોવાની રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રેલવે અધિકારીઓએ આપેલી ખાતરીથી તદ્દન વિપરીત દ્રશ્યો જોવા મળ્યા હતા.