Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

આ વ્યક્તિ એશિયાના સૌથી અમીર બની ગયા

Fri, January 5 2024
  • વિશ્વના અબજોપતિઓના લિસ્ટમાં અદાણી 12મા મુકેશ અંબાણી 13મા ક્રમે
  • હાલમાં અદાણી $97.6 અબજ ડોલરની નેટવર્થ ધરાવે છે.

દુનિયાના સૌથી ધનાઢ્ય લોકોની યાદીમાં ગૌતમ અદાણી ફરીથી મુકેશ અંબાણી કરતા આગળ નીકળી ગયા છે. તાજેતરમાં આ બંને ઉદ્યોગપતિઓની સંપત્તિમાં જંગી વધારો થયો છે. પરંતુ અદાણીની મિલ્કતમાં થયેલો વધારો અંબાણી કરતા વધારે છે. આજની સ્થિતિ પ્રમાણે અબજોપતિઓના લિસ્ટમાં અદાણી હવે 12મા ક્રમ પર છે જ્યારે મુકેશ અંબાણી તેમનાથી પાછળ 13મા ક્રમે છે. અંબાણી 14મા ક્રમેથી 13 પર આવી ગયા છે જ્યારે અદાણી 15મા સ્થાનેથી 12મા સ્થાને પહોંચી ગયા છે.

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણીએ હિન્ડનબર્ગ રિસર્ચના આંચકા પછી મોટું નુકસાન સહન કર્યું હતું, પરંતુ તેમણે તળિયેથી છલાંગ લગાવી છે અને મોટા ભાગની માર્કેટ વેલ્યૂ ફરી પ્રાપ્ત કરી લીધી છે. હવે તેઓ એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે જ્યારે મુકેશ અંબાણી બીજા ક્રમે છે.

બ્લૂમબર્ગ બિલિયનર્સ ઈન્ડેક્સ મુજબ ડિસેમ્બર 2023માં અદાણી 15મા ક્રમે પહોંચી ગયા હતા. હાલમાં તેઓ $97.6 અબજ ડોલરની નેટવર્થ ધરાવે છે. આ લિસ્ટમાં તેમની અગાઉની પોઝિશન પછી સંપત્તિમાં 7.67 અબજ ડોલરનો વધારો થયો છે. તેમણે યર ટુ ડેટ સંપત્તિમાં 13.3 અબજ ડોલરનો ઉમેરો કર્યો છે. હિન્ડનબર્ગ રિપોર્ટના કારણે તેમને ભારે નુકસાન થયું હતું અને તેઓ ટોચના 20 ધનિકોની યાદીમાંથી પણ બહાર ફેંકાઈ ગયા હતા. હિન્ડનબર્ગનો આંચકો લાગ્યો તે અગાઉ તેઓ બ્લૂમબર્ગ ઈન્ડેક્સમાં છેક ત્રીજા ક્રમે હતા.

જાન્યુઆરી 2023માં અમેરિકન શોર્ટ સેલર હિન્ડનબર્ગ રિસર્ચે અદાણી પર શેરના ભાવમાં ચેડા કરવાનો અને એકાઉન્ટિંગમાં ગરબડ કરવાનો આરોપ મૂક્યો હતો. અદાણી જૂથે આ આરોપો નકારી કાઢ્યા હતા અને સેબીની તપાસમાં પણ તેમની વિરુદ્ધ હજુ સુધી કંઈ બહાર આવ્યું નથી. જોકે, અદાણી જૂથની સંપત્તિ લગભગ 60 ટકા ઘટી ગઈ હતી અને તેમને આશરે 69 અબજ ડોલરનું નુકસાન થયું હતું.

ગૌતમ અદાણીએ ખાદ્ય તેલ અને કોમોડિટીના વેપારથી શરૂઆત કરી હતી, પરંતુ હવે તેઓ એરપોર્ટ, પોર્ટ, એનર્જી, સિમેન્ટ, મીડિયા સહિતના બિઝનેસમાં હાજરી ધરાવે છે. તેઓ અત્યારે ભારતમાં સૌથી મોટો પ્રાઈવેટ પોર્ટ ધરાવે છે અને ગ્લોબલ કોલ માઈનિંગ સેક્ટરમાં મોટું નામ ગણાય છે. તેમની કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસે 2023માં સમાપ્ત થયેલા નાણાકીય વર્ષમાં 17 અબજ ડોલરની રેવન્યુ નોંધાવી હતી. અદાણી જૂથની 10 કંપનીઓ લિસ્ટેડ છે અને ઈન્વેસ્ટરોને તેમાં જંગી નફો થયો છે. ગૌતમ અદાણી હાલમાં અદાણી એન્ટરપ્રાઈઝિસમાં 73 ટકા, અદાણી ગ્રીન એનર્જીમાં 56 ટકા, અદાણી પોર્ટ્સમાં 66 ટકા, અદાણી પાવરમાં 70 ટકા અને અદાણી ટ્રાન્સમિશનમાં 68 ટકા હિસ્સો ધરાવે છે.

RILના મુકેશ અંબાણી હવે $97 અબજની સંપત્તિ સાથે 13મા ક્રમે ભારત અને એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. છેલ્લા ફેરફાર બાદ તેમણે સંપત્તિમાં $764 મિલિયનનો ઉમેરો કર્યો છે અને તેમની સંપત્તિમાં YTD $66.5 કરોડ ડોલરનો વધારો થયો છે. બ્લૂમબર્ગ બિલિયનર્સ ઈન્ડેક્સમાં ટોપ 50માં અન્ય ભારતીયોની યાદીમાં શાપુર મિસ્ત્રી $34.6 બિલિયન સાથે 38મા સ્થાને અને શિવ નાદર $33 બિલિયનની સંપત્તિ સાથે 45મા ક્રમે છે.

Share Article

Other Articles

Previous

રાજકોટ જિલ્લામાં દીપડા ની દહેશતને પગલે વન વિભાગએ પાંચ જેટલા પિંજરા મૂક્યા શું કહ્યું વન વિભાગના અધિકારી તુષાર પટેલે જુઓ વિડિયો

Next

રાજકોટ સીટી બસમાં થતા ભ્રષ્ટાચાર અંગે કોંગ્રેસ દ્વારા મનપા કચેરીએ આવેદનપત્ર અપાયુ શું કહ્યું ગુજરાત પ્રદેશ ના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ જુઓ વિડિયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
20 કલાક પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

ન્યાયતંત્રના અન્યાયનો આઘાતજનક કિસ્સો : ચાર ચાર અદાલતો ની ગંભીર ભૂલોને કારણે એક માણસ 25 વર્ષ જેલમાં રહ્યો
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
કર્ણાટકના મુખ્યમંત્રી કેવી રીતે આવ્યા મુશ્કેલીમાં ? શું થયું ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
૨૪ કલાક, ૩ દરોડા: ટંકારા-આટકોટ-રાજકોટમાંથી ૭૪.૮૧ લાખનો દારૂ પકડાયો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
અજીત પવારના મૃત્યુ બાદ હવે પત્ની બની શકે છે નાયબ મુખ્યમંત્રી: સુનેત્રા પવારને મળ્યા છગન ભૂજબળ અને પ્રફુલ પટેલ
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર