Sunita Williams : ઓપરેશ ‘પૃથ્વી વાપસી’દરમિયાન આ 7 મિનિટ હતી ચિંતાની ક્ષણો, વાંચો 4 દિવસના દિલધડક ઓપરેશનમાં શું શું થયું ??
સુનિતા વિલિયમ્સ અને બચ વિલ્મોરની પૃથ્વી પર પરત ફરવાની યાત્રા એક જટિલ અને સુનિયોજિત પ્રક્રિયા હતી અને તેમાં આ યાત્રાના તમામ પાસાઓનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. એ દરમિયાન ડ્રેગન સ્પેસક્રાફ્ટ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું ત્યારે સાત મિનિટ સુધી સંદેશા વ્યવહાર બંધ થઈ જતાં થોડી ચિંતાની ક્ષણો ઉદભવી હતી પરંતુ અંતે ધરણા મુજબ જ સંપર્ક પુનઃસ્થાપિત થતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો.
બંને અવકાશયાત્રીઓને પૃથ્વી પર પરત લાવવાના આ રેસક્યુ ઓપરેશનની એક એક સેકન્ડનું પૃથ્વી ઉપરથી મોનિટરિંગ કરવામાં આવ્યું હતું.કેલિફોર્નિયાના હોથોર્નમાં સ્થિત સ્પેસ એક્સ ના મિશન કંટ્રોલ સેન્ટર તથા હ્યુસ્ટન સ્થિત નાસાના જોન્સન સ્પેસ સેન્ટર ખાતેથી ડ્રેગન સ્પેસ ક્રાફ્ટની દરેક હિલચાલ પર નજર રાખવામાં આવી હતી.આ ટીમોએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી ઊંડાણ, ડીઓર્બિટ બર્ન, વાતાવરણમાં પ્રવેશ અને ઉતરાણ સુધીની દરેક ક્ષણને રીઅલ-ટાઇમમાં ટ્રેક કરી હતી.નાસા એ કરેલા જીવંત પ્રસારણમાં પણ સ્થિતિ, સ્પેસક્રાફ્ટની ગતિ અને રિકવરી ટીમની તૈયારીઓની સતત માહિતી આપવામાં આવી હતી.
એ દરમિયાન 17 હજાર માઈલ પ્રતિ કલાકની ઝડપે ડ્રેગન સ્પેસક્રાફ્ટ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું ત્યારે સાત મિનિટ સુધી તેનો પૃથ્વીના મોનિટરિંગ સેન્ટર સાથે સંપર્ક તૂટી ગયો હતો.

નોંધનીય છે કે અવકાશયાન એ ગતિએ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે ત્યારે સર્જાતા ઘર્ષણને કારણે તેની આસપાસ પ્લાઝમા નું
આવરણ રચાય છે જે સિગ્નલ અને અવરોધે છે. કોઈ પણ અવકાશયાન માટે આ તબક્કો નાજુક માનવામાં આવે છે.જો કે આ ઘટનામાં
પૃથ્વી પરના મોનીટર સેન્ટર સાથે સંપર્ક તૂટ્યા બાદ પેરેશુટ ખુલ્લી જતા ડ્રેગન સ્પેસક્રાફ્ટ ની ગતિ ધીમી પડી હતી અને સંપર્ક પુન: સ્થાપિત થઈ ગયો હતો. જોકે, આ ઘટના અણધારી ન હતી અને નાસા તેના માટે પૂર્વ તૈયાર હતું. આ ઓપરેશન દરમિયાન હવામાનની સ્થિતિને લઈને ચિંતા હતી. સપ્તાહના અંતમાં ખરાબ હવામાનનો ખતરો હોવાને કારણે અને ઉતરાણ માટે શાંત સમુદ્ર અને સ્પષ્ટ હવામાન જરૂરી હોવાથી નાસા અને સ્પેસએક્સે 18 માર્ચે વહેલું ઉડાણ કરવાનો નિર્ણય લીધો હતો. રિકવરી ટીમે પણ સ્પ્લેશડાઉન બાદ ઝડપથી કામ કરીને એસ્ટ્રોનોટ્સને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
ફ્લોરિડા નો દરિયા કિનારો સામાન્ય લોકો માટે બંધ કરાયો
ડ્રેગન સ્પેસક્રાફ્ટ દરિયામાં ઉતર્યું ત્યારે ત્યાં રિકવરી ટીમમાં નાસાના અધિકારીઓ, તબીબી ટીમ, એમ્બ્યુલન્સ અને સ્પેસએક્સના નિષ્ણાતો હાજર હતા. તાત્કાલિક સારવારની જરૂર પડે તો ઈમરજન્સી મેડિકલ ટીમ તેમજ તબીબી સાધન તૈયાર રાખવામાં આવ્યા હતા. સુરક્ષા ને ધ્યાનમાં રાખીને સામાન્ય લોકો માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી હતી.દૂર રાખવામાં આવ્યા હતા. બંને અવકાશયાત્રીના પરિવારજનો પણ હ્યુસ્ટન ખાતે પ્રતીક્ષા કરતા હતા.નોંધનીય છે કે સુનિતા વિલિયમ્સના પતિ માઈકલ જે. વિલિયમ્સ ટેક્સાસમાં ફેડરલ માર્શલ છે, જ્યારે બચ વિલ્મોરની પત્ની અને બે પુત્રીઓ ટેન્નેસીમાં રહે છે.
ચાર દિવસનું દિલધડક ઓપરેશન
સુનિતા વિલિયમ્સ અને બેરી “બૂચ” વિલ્મોરને પૃથ્વી પર પરત લાવવા માટે સ્પેસએક્સના ડ્રેગન સ્પેસક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સ્પેસએક્સનું ક્રૂ-10 મિશન ફાલ્કન 9 રોકેટ સાથે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી ભારતીય સમય અનુસાર 15 માર્ચ, 2025ના રોજ સવારે 4:30 વાગ્યે ઉપડ્યું હતું અને ભારતીય સમય મુજબ 16 માર્ચ, 2025ના રોજ સવારે લગભગ 7:00 વાગ્યે ISS સાથે જોડાઈ ગયું હતું.બે દિવસ બાદ 18 માર્ચના રોજ સવારે 10.35 વાગ્યે ડ્રેગને ISS થી અલગ થઇ પૃથ્વી તરફની યાત્રા શરું કરી હતી. સપ્ટેમ્બર 2024 માં પહેલેથી જ આ રેસ્ક્યૂ ઓપરેશનના ભાગરૂપે પહોંચી ગયેલા બે અવકાશયાત્રીઓ નિક હેગ અને એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ મોર સાથે ડ્રેગનમાં સહયાત્રી હતા.
અને અંતે 17 કલાકની મુસાફરી બાદ 19 માર્ચ, 2025ના રોજ સવારે 3:27 વાગ્યે ફ્લોરિડાના દરિયાકાંઠે સફળતાપૂર્વક ઉતરાણ) કર્યું તે સાથે જ ચાર દિવસના આ દિલધડક ઓપરેશનનો અંત આવ્યોં હતો.

લાંબા સમયના અવકાશવાસને કારણે શારીરિક સમસ્યાઓનું જોખમ
પૃથ્વી અને અવકાશના ગુરુત્વાકર્ષણમાં ફેર હોવાને કારણે લાંબા અવકાશવાસથી માંસપેશીઓનું નુકસાન, હાડકાંની ઘનતામાં ઘટાડો અને રક્ત પ્લાઝ્માની ખોટ જેવી સમસ્યાઓ સંભવિત છે. આનો ઉપાય રિહેબિલિટેશન દ્વારા શક્ય છે.આ ઉપરાંત
લાંબા સમયનો એકાંતવાસ, અનિશ્ચિતતાઓ થકી થતો તણાવ, કંટાળાજનક રૂટિન વગેરેને કારણે માનસિક સમસ્યાઓ સર્જવાનું પણ જોખમ રહે છે.આ બધી સમસ્યાઓનો ઉપાય રિહેબિલિટેશન દ્વારા શક્ય છે.અને એટલે જ બંને અવકાશયાત્રીઓને લાંબા સમય સુધી
રિહેબિલિટેશન સેન્ટર ખાતે રાખવામાં આવશે.
અવકાશમાં સૌથી લાંબા સમય સુધી રહેવાનો વિક્રમ રશિયાના નામે
અવકાશમાં સૌથી વધુ સમય રહેવાનો વિક્રમ રશિયાન મહિલા કોસ્મોનોટ ગેનાડી પદાલ્કાના નામે છે. તેમણે અવકાશમાં કુલ 878 દિવસ (લગભગ 2 વર્ષ અને 4 મહિના) વિતાવ્યા છે. આ સમય તેમના પાંચ અલગ-અલગ મિશન્સ દરમિયાનનો છે, જેમાં મોટાભાગનો સમય તેમણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) અને રશિયાના મિર સ્પેસ સ્ટેશન પર વિતાવ્યો હતો.
જો એક સતત મિશનની વાત કરીએ, તો રશિયન કોસ્મોનોટ વેલેરી પોલિયાકોવ એ મિર સ્પેસ સ્ટેશન પર 437 દિવસ 14 જાન્યુઆરી, 1994થી 22 માર્ચ, 1995 સુધી એકધારું મિર સ્પેસ સ્ટેશન પર 437 દિવસ રહીને રેકોર્ડ બનાવ્યો હતો. આ એક સિંગલ મિશનમાં સૌથી લાંબો સમય છે.સુનિતા વિલિયમ્સે તેમના ત્રણ મિશન્સમાં કુલ 321 દિવસ અવકાશમાં વિતાવ્યા છે.
અવકાશમાં બે સ્પેસ સ્ટેશન કાર્યરત
1986 માં રશિયાએ પ્રથમ સ્પેસ સ્ટેશન બનાવ્યું હતું. મીર નામનું એ સ્પેસ સ્ટેશન 2001માં તૂટી પડ્યું હતું. એ જ રીતે અમેરિકાએ 1973 માં સ્કાયલેબને અવકાશમાં સ્થાપિત કર્યું હતું. 1979 માં તે પણ પૃથ્વી ઉપર ખાબક્યું હતું. ચીને 2021માં
બનાવેલું તિયાંગોંગ સ્પેસ સ્ટેશન અને સુનિતા વિલિયમ્સ જ્યાં અટવાયા હતા એ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન હાલમાં કાર્યરત છે. હજુ નાસા અને આંતરરાષ્ટ્રીય ભાગીદારો દ્વારા ચંદ્રની ભ્રમણકક્ષામાં લુનાર ગેટવે બનાવવાની તૈયારી ચાલી રહી છે, અને ખાનગી કંપનીઓ જેમ કે એક્સિયમ સ્પેસ પણ પોતાના સ્ટેશન્સ બનાવવાની યોજના ધરાવે છે.