‘મિની સ્વિટ્ઝર્લેન્ડ’ના નામથી પ્રખ્યાત છે ભારતના આ સ્થળો : એકવાર ફરવા ગયા પછી ઘરે પાછુ ફરવાનું મન નહી થાય
હાલ શિયાળાની સિઝનની શરૂઆત થઈ ગઈ છે. અત્યારે અનેક લોકો ઠંડા પ્રદેશમાં ફરવા જવાનો પ્લાન બનાવતા હોય છે. સ્વિટ્ઝર્લેન્ડ પ્રવાસીઓ માટે આકર્ષક દેશ છે લોકોને ફરવા જવા માટે ખૂબ જ પસંદ છે પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં પણ એક-બે નહીં પરંતુ 6 એવા મિની સ્વિટ્ઝર્લેન્ડ છે, જે તમારે પણ જોવું જોઈએ. તમે સ્વિટ્ઝર્લૅન્ડની ટ્રિપમાં જેટલો ખર્ચ કરશો તેના કરતાં ઘણી ઓછી કિંમતે તમે ભારતમાં મિની સ્વિટ્ઝર્લેન્ડ જોઈ શકો છો. ચાલો જાણીએ આ જગ્યા ક્યાં છે…
ખજ્જિયાર

ખજ્જિયાર, હિમાચલ પ્રદેશ – તેને ભારતનું નાનું સ્વિત્ઝર્લેન્ડ કહેવામાં આવે છે. જો તમે શાંતિ અને કુદરતી સૌંદર્યને એકસાથે જોવા માંગતા હોવ તો તમને ખજ્જિયારથી વધુ સારી જગ્યા નહીં મળે. આ સ્થળ શ્રેષ્ઠ રોમેન્ટિક સ્થળોમાંથી એક છે.
ઓલી, ઉત્તરાખંડ

ઔલી ભારતના ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં આવેલું છે. સ્કીઇંગ માટે ઓલી પ્રવાસીઓની પહેલી પસંદ છે. શિયાળાની ઋતુમાં આ સ્થાન બરફથી ઢંકાઈ જાય છે અને સ્વિટ્ઝર્લેન્ડને સખત સ્પર્ધા આપે છે.
યુમથાંગ વેલી

સિક્કિમની યુમથાંગ ખીણને ફૂલોની ખીણ કહેવામાં આવે છે. તે ઉત્તર સિક્કિમમાં સ્થિત છે અને ગંગટોકથી 148 કિલોમીટર દૂર છે. તે સિક્કિમની સૌથી સુંદર ખીણ ગણાય છે. હિમાલયમાં જોવા મળતા ફૂલોની ઘણી પ્રજાતિઓ અહીં જોઈ શકાય છે.
કૌસાની, ઉત્તરાખંડ

કૌસાની એ ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લામાં આવેલું એક હિલ સ્ટેશન અને નાનું ગામ છે. આ સપ્તાહના પ્રવાસીઓ માટે એક પ્રિય સ્થળ છે. હિમાલયના શિખરોના અદ્ભુત દૃશ્યો અને ઉત્તમ હવામાનની વચ્ચે નવા વર્ષની ઉજવણી કરતાં તમારા માટે બીજું કંઈ સારું હોઈ શકે નહીં. કૌસાનીમાં ફરવા માટેના ઘણા સ્થળો છે, જેમાંથી અનાશક્તિ આશ્રમ, કૌસાની ટી એસ્ટેટ, સુમિત્રાનંદન પંત મ્યુઝિયમ, બૈજનાથ મંદિર અને રૂદ્રાધારી ધોધ અને ગુફાઓ ખાસ છે.
કાશ્મીર

કહેવાય છે કે પૃથ્વી પર ક્યાંય સ્વર્ગ છે તો તે માત્ર કાશ્મીરમાં છે. કાશ્મીરને ભારતનું સ્વિત્ઝર્લેન્ડ કહેવું બિલકુલ ખોટું નહીં હોય. આ સ્થળ તેની લીલીછમ ખીણો અને બરફીલા પહાડો માટે જાણીતું છે.
મુન્સિયારી

મુન્સિયારીને ‘મિની સ્વિટ્ઝર્લેન્ડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. હિમાલયની તળેટીમાં આવેલું આ એક નાનકડું ગામ છે. આ હિલ સ્ટેશનને ઉત્તરાખંડનું જીવન કહેવામાં આવે છે. ચારે તરફ ગાઢ જંગલો અને બરફીલા શિખરોનો અદ્ભુત નજારો અહીં જોવા મળે છે. જો તમે પ્રખ્યાત પર્યટન સ્થળોની ભીડ અને ઘોંઘાટથી બચવા માંગો છો, તો તમારી રજાઓ ગાળવા માટે આનાથી સારી જગ્યા બીજી કોઈ ન હોઈ શકે.
