ક્યારેય ન જોતાં આ 6 હોરર ફિલ્મો…એકવાર ફિલ્મ જોયા બાદ છુટી જશે ભલભલાનો પરસેવો
આમ તો અનેક પ્રકારની હોરર ફિલ્મો અને સીરિઝ તમે જોઇ હશે, પરંતુ આજે અમે તમને જે હોરર સીરિઝ વિશે વાત કરીશું એ જબરજસ્ત ડરામણી છે. કહાનીની શરૂઆત જ કંઇક અલગ હોય છે. હોલીવૂડની હોરર મૂવીઝની જેમ, ભારતની આ ભૂતિયા મૂવી જોઈને પણ તમારા રૂવાડા ઊભા થઈ જશે. આવો અમે તમને કેટલીક એવી હોરર ફિલ્મોના નામ જણાવીએ, જેને જોયા પછી તમે રાત્રે ઉઠ્યા પછી પાણી પણ પીવાની હિંમત નહીં કરો.
‘હોરર સ્ટોરી’

વર્ષ 2013માં રિલીઝ થયેલી આ ફિલ્મનું નામ ‘હોરર સ્ટોરી’ છે. આ ફિલ્મ સાત મિત્રોની વાર્તા કહે છે જેઓ ભૂતિયા હોટેલમાં રાત વિતાવવાનો ખતરનાક પ્રયાસ કરે છે.
પિઝા

વિજય સેતુપતિની ફિલ્મ ‘પિઝા’ વર્ષ 2012માં રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં માઈકલ નામના પિઝા ડિલિવરી બોયની વાર્તા બતાવવામાં આવી છે, જે મુશ્કેલીમાં મુકાઈ જાય છે. વર્ષ 2014 માં, આ ફિલ્મ હિન્દી ભાષામાં પણ રિલીઝ થઈ હતી જેમાં અક્ષય અક્કીનેની મુખ્ય ભૂમિકામાં હતો.
‘રાત’ (1992)

તમે સબસ્ક્રિપ્શન વિના ZEE5 પર ‘રાત’ જોઈ શકો છો. આ ફિલ્મ એક એવા પરિવારની વાર્તા દર્શાવે છે જે નવા ઘરમાં શિફ્ટ થાય છે અને વિચિત્ર ઘટનાઓનો શિકાર બને છે.
ભૂતકાલમ

સોની લિવની આ હોરર ફિલ્મ વર્ષ 2022માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં એક માતા અને તેના બેરોજગાર પુત્રની વાર્તા બતાવવામાં આવી છે. તેના પરિવારના એક સભ્યનું અવસાન થાય છે અને તેના મૃત્યુ પછી તેની સાથે વિચિત્ર ઘટનાઓ બનવા લાગે છે.
એઝરા

આ ફિલ્મ વર્ષ 2017માં મલયાલમ ભાષામાં ‘Ezra’ નામથી અને હિન્દીમાં ‘Dybbuk’ નામથી રિલીઝ થઈ હતી. આ એક અલૌકિક હોરર થ્રિલર ફિલ્મ છે જેમાં પૃથ્વીરાજ સુકુમારન અને પ્રિયા આનંદ મુખ્ય ભૂમિકામાં છે. તમે ડિઝની પ્લસ હોટસ્ટાર પર આ ફિલ્મ જોઈ શકો છો.
‘અવલ’

આ ફિલ્મ તમિલમાં ‘અવલ’ નામથી અને હિન્દીમાં ‘ધ હાઉસ નેક્સ્ટ ડોર’ નામથી રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં બે વાર્તાઓ બતાવવામાં આવી છે. 1934 માં એક ખુશ માતા અને પુત્રી. બીજો 2016માં સિદ્ધાર્થ અને તેની પત્નીનો હતો. સિદ્ધાર્થ તેની પત્ની સાથે સુખી દામ્પત્ય જીવન જીવી રહ્યો હતો અને પછી આ માતા અને પુત્રી પડોશમાં આવીને રહેવા લાગ્યા.