- વિદેશી ભક્તો મોટી સંખ્યામાં આવશે
- કોણે આપ્યો આવકનો અંદાજિત અહેવાલ ?
અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા બાદ ભક્તોનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે અને લાંબી લાંબી લાઈનો લાગી જાય છે ત્યારે હવે દેશ બાદ વિદેશથી પણ મોટી સંખ્યામાં ભક્તો આવવાના છે અને આ પ્રવાહ સતત રહેવાનો છે ત્યારે યુપીમાં ચાલુ વર્ષે અર્થતંત્રને અબજો રૂપિયાનો લાભ થવાનો છે.
એસબીઆઈની રિસર્ચ વીંગના જણાવ્યા મુજબ દેશ અને વિદેશના ભક્તો દ્વારા ચાલુ વર્ષના અંત સુધી દર્શન માટેના ખર્ચમાં જબરો વધારો થશે અને તે 4 લાખ કરોડ સુધીનો થઈ શકે છે. આમ થવાથી યુપીની સરકારને પણ સારો ફાયદો થઈ જશે અને અર્થતંત્રને મોટો લાભ થઈ શકે છે.
એક અંદાજ મુજબ નાણાકીય વર્ષ 2025 માં યુપીની સરકારને પ્રવાસીઓના ખર્ચના રૂપમાં વધારાના રૂપિયા 25000 સુધીની મહેસૂલી આવક થઈ શકે છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે યુપી એક નંબર ધાર્મિક દર્શન પોઈન્ટ છે અને દેશ તથા વિદેશથી ભક્તો અને પ્રવાસીઓનો અવિરત પ્રવાહ વહેતો રહેવાનો છે.
સામાન્ય રીતે યુપીમાં અન્ય ધાર્મિક સ્થળોની સંખ્યા પણ ઘણી રહી છે અને અન્ય સ્થળો પર પણ પ્રવાસીઓનો પ્રવાહ રહી શકે છે અને ખાસ કરીને વિદેશી પ્રવાસીઓ અને ભક્તો બધા જ ધાર્મિક મથકો પર જઈ શકે છે.
