વર્ષ 2025માં Entertainmentનો તડકો લાગશે….વોર-2, રેડ-2 સહિતની આ 8 મોસ્ટ અવેટેડ ફિલ્મો ધૂમ મચાવશે
વર્ષ 2024 પૂરું થવાને હવે 3 મહિના જ બાકી છે. આ વર્ષમાં બૉલીવુડે લોકોને ખૂબ જ મનોરંજન આપ્યું છે. એક્શન, થ્રીલર, હોરર, રોમેન્સ,કોમેડી સહિત અનેક ફિલ્મો રજૂ કરીને લોકોને આનંદિત કર્યા છે. વર્ષ 2024ની સૌથી શ્રેષ્ઠ ફિલ્મની વાત કરીએ તો હાલ સ્ત્રી-2 ટોપ પર છે કારણ કે તે હાલ બધી જ ફિલ્મોના રેકોર્ડ તોડીને બમ્પર કમાણી કરી રહી છે ત્યારે આવનાર વર્ષમાં બૉલીવુડની મોસ્ટ અવેઈટેડ ફિલ્મો આવશે જેની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વર્ષ 2025 મનોરંજનથી ભરેલું રહેશે. આ વર્ષમાં એકથી વધુ એક ચડિયાતી ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે. આ યાદીમાં સની દેઓલની ‘લાહોર 1947’થી લઈને અજય દેવગનની ‘રેઈડ 2’નો સમાવેશ થાય છે. ત્યારે ચાલો જાણીએ ફિલ્મોની યાદ વિશે.
લાહોર 1947
સની દેઓલે 2023માં આવેલી ફિલ્મ ‘ગદર 2’થી શાનદાર કમબેક કર્યું છે. હવે લોકો તેની ફિલ્મ ‘લાહોર 1947’ની રાહ જોઈ રહ્યા છે જે આમિર ખાન દ્વારા બનાવવામાં આવી રહી છે. સની દેઓલ સાથે પ્રીતિ ઝિન્ટા અને કરણ દેઓલ સ્ટારર ફિલ્મ ‘લાહોર 1947’ વર્ષ 2025માં સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે.
રેડ 2
અજય દેવગનની 2018માં આવેલી ફિલ્મ રેઈડને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. આવી સ્થિતિમાં ચાહકો તેની સિક્વલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અગાઉ એવા સમાચાર હતા કે ‘રેઈડ 2’ આ વર્ષે નવેમ્બરમાં રિલીઝ થશે. પરંતુ બાદમાં નિર્માતાઓએ તેની રિલીઝ ડેટ મોકૂફ કરી દીધી અને હવે આ ફિલ્મ 2025માં સ્ક્રીન પર આવશે.
સ્કાય ફોર્સ
એક્શન પેક્ડ એરિયલ વોર આધારિત ફિલ્મ ‘સ્કાય ફોર્સ’ તેની જાહેરાત બાદથી જ ચર્ચામાં છે. અક્ષય કુમાર સ્ટારર આ ફિલ્મને અભિષેક કપૂર અને સંદીપ કેવલાની ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ પહેલા ઑક્ટોબર 2024 માં રિલીઝ થવાની હતી પરંતુ હવે તે 2025 માં પ્રજાસત્તાક દિવસના અવસર પર સિનેમાઘરોમાં આવી શકે છે.
સન્ની સંસ્કારી તુલસી કુમારી
વરુણ ધવન અને જ્હાન્વી કપૂર ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’માં ધૂમ મચાવશે. આ ફિલ્મમાં મનીષ પોલ, અક્ષય ઓબેરોય અને સાન્યા મલ્હોત્રા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 18 એપ્રિલે સિનેમાઘરોમાં આવશે.
જોલી એલએલબી 3
દર્શકોને કોર્ટરૂમ ડ્રામા ‘જોલી એલએલબી’ના બંને ભાગ ગમ્યા. હવે ચાહકોની આંખો તેની ત્રીજી સિક્વલ જોવા માટે તરસી રહી છે. નવીનતમ અપડેટ્સ અનુસાર, ‘જોલી એલએલબી 3’ આવતા વર્ષે 10 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે.
વોર 2
રિતિક રોશન સ્ટારર ફિલ્મ ‘વોર’ વર્ષ 2019માં રિલીઝ થઈ હતી અને તે બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. ત્યારથી દર્શકો તેની સિક્વલની રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે ‘વોર 2’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થઈ શકે છે.
‘દે દે પ્યાર દે’ 2
અજય દેવગન, રકુલ પ્રીત સિંહ અને તબ્બુની ફિલ્મ ‘દે દે પ્યાર દે’ લોકોને પસંદ આવી હતી, ત્યારબાદ મેકર્સ હવે ફિલ્મની સિક્વલ લાવી રહ્યા છે. ‘દે દે પ્યાર દે 2’ આવતા વર્ષે 1 મે, 2025ના રોજ સિનેમાઘરોમાં આવી શકે છે.