ગઠબંધન ઇન્ડિયાની બેઠકમાં સમોસા નહતા ? શું થઈ બબાલ ?જુઓ
વિપક્ષના મહાગઠબંધન ઇન્ડિયાની દીલ્હીમાં ૧૯ મીએ બેઠક મળી હતી અને ત્યારબાદ કેટલાક નેતાઓના મતભેદો બહાર આવ્યા હતા. પણ એટલેથી વાત અટકતી નથી. અસંતોષના બીજા કારણો પણ બહાર આવ્યા હતા અને તેમાં સમોસાનો અભાવ પણ હતો !
જનતા દળ યુના સાંસદ સુનિલકુમારે મીડિયા સામે એવી ફરિયાદ કરી હતી કે બેઠકમાં સમોસાં પણ મળ્યા નહતા અને માત્ર ચા બિસ્કિટ આપી દીધા હતા ! કોંગ્રેસ પાસે સમોસાના પણ રૂપિયા નથી. એમણે કહ્યું કે પહેલા તો સમોસાં આવતા હતા અને મજા આવતી હતી.
સુનિલકુમારે વાસ્તવમાં નિટીશકુમાર સામેનો બળવો યથાવત રાખ્યો છે તેવી હકીકત પણ બહાર આવી હતી. તેઓ બળવાખોર સાંસદ ગણાય છે. પાર્ટીલાઇનથી અલગ જ એમનું વલણ જાણીતું રહ્યું છે.