દેશમાં કયા રોગનો શંકાસ્પદ પ્રથમ કેસ આવ્યો સામે ? વાંચો
દેશમાં ખતરનાક મણાયેલા મંકીપોકસનો એક શંકાસ્પદ કેસ રવિવારે સામે આવ્યો હતો અને કેન્દ્ર સરકાર પણ સાવચેત થઈ ગઈ છે,. વિદેશથી આવેલા એક યુવકને આઇસોલેશન વૉર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેના દરેક જાતનાઆ જરૂરી ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
પીઆઇબીના અહેવાલ મુજબ આ શંકાસ્પદ કેસ છે અને અત્યારે દર્દીની હાલત સ્થિર છે. તેને મંકીપોકસ લાગુ પડ્યો છે કે નહીં તે બારામાં જાણકારી માટે તેના સેમ્પલનું ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. ડોકટરોની ટીમ તેની સારવાર કરી રહી છે અને કેન્દ્રનું આરોગ્ય મંત્રાલય સંપર્કમાં છે.
સાથોસાથ આ યુવક કોને, કોને મળ્યો હતો તે બારામાં પણ જાણકારી મેળવવામાં આવી રહી છે. જો કે તબીબોએ એમ કહ્યું છે કે અત્યારે ચિંતાનું કોઈ કારણ નથી. બધા જ રિપોર્ટ આવ્યા બાદ વધુ માહિતી આપવામાં આવશે.