એક વ્યક્તિને ઝેર આપવા મામલે મહારાષ્ટ્રના વ્યક્તિને સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન આપી દીધા હતા . જોકે, સુપ્રીમ કોર્ટે શરત રાખીને કહ્યું કે, અરજદાર ક્યારેય ગુટખા નહીં વેચે . આ સાથે જ જો તેઓ ગુટખા વેચી રહ્યા છે એવી જાણ થશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. આરોપીએ પણ કોર્ટને ખાતરી આપી હતી કે તે ક્યારે ય ગુટખા નહીં વેચે.
આ મામલાની સુનાવણી જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવીએન ભાટીની બેન્ચ કરી રહી હતી. તેમણે બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને રદ કરી દીધો હતો . હાઈકોર્ટે જાન્યુઆરીમાં આરોપીઓને આગોતરા જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આરોપી વિરુદ્ધ IPCની કલમ 188 અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની કેટલીક જોગવાઈઓ હેઠળ પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
કોર્ટે આદેશ આપ્યો કે, આ શરત લગાવવી યોગ્ય સમજાય છે કે, હું અભિજીત જીતેન્દ્ર લોલાગે વચન આપું છું કે, હું ગુટખા એટલે કે પાન મસાલા સાથે તમાકુનો વેપાર નહીં કરીશ. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, જો અપીલકર્તા અભિજીત જિતેન્દ્ર લોલાગે જામીનની શરતોનું ઉલ્લંઘન કરશે તો ફરિયાદી પક્ષ જામીન રદ કરવાની માંગ કરી શકે છે.