ગુરૂપત્વાન પન્નુની હત્યાના કાવતરામાં ભારતની સંડોવણીનું ભૂત ફરી ધૂણ્યું
અમેરિકાએ કહ્યું,’ બંને દેશો વચ્ચે આ ગંભીર મુદ્દો’
અમેરિકા સ્થિત શીખ આતંકવાદી ગુરુપતવાન પન્નુની
હત્યાના નિષ્ફળ કાવતરામાં એક ભારતીય અધિકારીની કથિત સંડાણીનું ભૂત ફરી ધૂણ્યું છે. અમેરિકન કોંગ્રેસની સુનાવણી દરમિયાન બાઈડેન વહીવટી તંત્રના અધિકારીએ આ મુદ્દાને ભારત અને અમેરિકા વચ્ચેના ગંભીર મુદ્દા તરીકે ગણાવ્યો હતો.
નોંધનીય છે કે નિખિલ ગુપ્તા નામના ભારતીય નાગરિકની આ બારામાં ગત નવેમ્બરમાં ધરપક કરવામાં આવી હતી. ગુપ્તાએ કથિત રીતે એક ભારતીય અધિકારીની દોરવણી હેઠળ ગુરુપત્વાનની હત્યા કરવા માટે ભાડૂતિ મારા ને 1,00,000 ડોલરની ઓફર કરી હોવાનો આક્ષેપ છે.
દરમિયાન અમેરિકન કોંગ્રેસની બેઠકમાં કોંગ્રેસમેન ડીન ફિલિપ્સે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને રશિયામાં એલેક્સ નેવલિનની હત્યાના કાવતરામાં સામેલ 500 કરતાં વધારે લોકો પર અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો તે રીતે ભારતના કોઈ નાગરિકો પર પ્રતિબંધ મુકવાનું વિચારણા હેઠળ છે કે કેમ તેવો સવાલ કર્યો હતો. તેના પ્રત્યુતર રૂપે દક્ષિણ અને મધ્ય એશિયા માટેના સહાયક સચિવ ડોનાલ્ડ લુએ ગૃહની વિદેશ બાબતોની સમિતિના સભ્યોને કહ્યું કે આ મામલો ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે “ગંભીર મુદ્દો” છે.
બાઈડેનબવહીવટીતંત્રે કહ્યું કે તે પન્નુની હત્યાના કાવતરા પાછળના લોકોને જવાબદાર ઠેરવવા માટે ભારત સાથે સહયોગ કરી રહ્યું છે.આ સંદર્ભે, નવી દિલ્હીમાં યુએસ એમ્બેસીએ જવાબદારીના મહત્વ પર ભાર મૂક્યોહતો.તેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમે ભારત સરકારે નીમેલી તપાસ સમિતિના પરિણામોના આધારે ભારત સરકાર પાસેથી જવાબદારીની અપેક્ષા ચાલુ રાખીએ છીએ અને તપાસ અંગેના અપડેટ્સ માટે નિયમિતપણે પૂછપરછ કરીએ છીએ.”