પસંદગીકારો ન્હોતા ઈચ્છતા કે રોહિત શર્મા ડ્રેસિંગ રૂમમાં… જાણો કયા કારણોસર કેપ્ટનપદેથી હટાવાયો!
BCCI દ્વારા રોહિત શર્માને વન-ડે કેપ્ટન તરીકે હટાવીને શુભમન ગીલને કમાન સોંપવામાં આવી હતી. આ મહત્ત્વપૂર્ણ ફેરફાર થવા પાછળનું કારણ પણ સામે આવ્યું છે. પસંદગીકારો ન્હોતા ઈચ્છતા કે રોહિત ડ્રેસિંગ રૂમમાં પોતાની મરજી ચલાવે. આમ થાય તો ટીમનો માહોલ નકારાત્મક થઈ જવાની ભીતિ હતી.
અહેવાલ પ્રમાણે રોહિત શર્માએ ટેસ્ટ અને ટી-20માંથી સંન્યાસ લઈ લીધો છે અને હવે માત્ર વન-ડે ફોર્મેટમાં જ રમવાનો છે જે સૌથી ઓછું રમાય છે એટલા માટે તેનું કેપ્ટન રહેવું ટીમ માટે સમસ્યા ઉભી કરી શકે તેમ હતું. એક ખેલાડી તરીકે રોહિતનું કદ બહુ મોટું છે. જો તે કેપ્ટન રહ્યો હોય તો ડ્રેસિંગ રૂમમાં પોતાના વિચારો લાગુ કરત પરંતુ તે માત્ર વન-ડે ફોર્મેટમાં જ રમે છે આવામાં ટીમનો માહોલ ખરાબ થઈ શકે તેમ હતો. પસંદગીકારોને ડર હતો કે મર્યાદિત ફોર્મેટમાં રોહિતનો દબદબો લાંબા સમય સુધી ટીમ કલ્ચર માટે ઠીક નથી.
આ પણ વાંચો :સવારે સફાઈ કરવા આવેલા યુવકના ધ્યાને બંગડી પહેરેલા વૃદ્ધા આવ્યા’ને રાત્રે લૂંટ્યા : રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે 3 શખ્સોને દબોચ્યા
એવો દાવો પણ કરાયો છે કે આ નિર્ણય કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે મળીને લીધો છે. ગંભીરે હેડ કોચ તરીકે શરૂઆતમાં ભલે ઓછી દખલઅંદાજી કરી હોય પરંતુ ન્યુઝીલેન્ડ અને ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં હાર મળ્યા બાદ તેમણે કમાન મજબૂત કરી હતી.
આ પણ વાંચો :રાજકોટ પોલીસે રિક્ષાચાલક બની 22 મહિનાથી ભાગતાં ગુજસીટોકના આરોપીને દબોચ્યો
બન્ને 2027 વન-ડે વર્લ્ડકપને ધ્યાનમાં રાખી ભવિષ્યની યોજના બનાવી રહ્યા છે. તેઓ નથી ઈચ્છતા કે રોહિત અને વિરાટ જેવા સીનિયર ખેલાડીઓનું પ્રદર્શન અચાનક ગગડી જાય. ગીલને ઝડપથી કેપ્ટન બનાવીને તેઓ ઈચ્છે છે કે આગલા બે વર્ષમાં ટીમને પોતાની રીતે તૈયાર કરે.
