અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાથી 57 મુસ્લિમ દેશોના પેટમાં તેલ રેડાયું
મંદિર બનાવવાની આલોચના કરીને કહ્યું ત્યાં મસ્જિદ 500 વર્ષથી હતી
22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં સંપન્ન થયેલી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પર 57 મુસ્લિમ દેશોના સંગઠન ‘ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોર્પોરેશને’ પ્રતિક્રિયા આપી હતી. ઓઆઇસીએ નિવેદન જારી કરીને કહ્યું કે, ઈસ્લામિક સ્થળ (બાબરી મસ્જિદ)ને તોડી પાડીને બનાવવામાં આવેલા આ મંદિરની અમે નિંદા કરીએ છીએ. આ દેશોના પેટમાં તેલ રેડાયું છે.
ઓઆઇસી એટલે કે 57 મુસ્લિમ દેશોનું સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોર્પોરેશને અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પર વાંધો વ્યક્ત કર્યો હતો. આ સાથે જ તેમણે કહ્યું કે, આ સ્થળ પર અગાઉ 5 દાયકાથી બાબરી મસ્જિદ હતી. આ પહેલા પાકિસ્તાને પણ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પર સવાલ ઉઠાવ્યા હતા. 22 જાન્યુઆરીના રોજ હિન્દુ સમાજના 500 વર્ષના આકરા સંઘર્ષ બાદ હજારો મહેમાનોની હાજરીમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સંપન્ન થયો.
ઓઆઇસી દ્વારા સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યુ હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે, ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોર્પોરેશન ઓઆઇસી મહાસચિવાલય ભારતના શહેર અયોધ્યામાં જે સ્થાન પર પહેલા બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી તે જ સ્થળ પર તાજેતરમાં રામ મંદિરના નિર્માણ અને ઉદ્ધાટન પર ગંભીર ચિંતા વ્યક્ત કરે છે.