રાજસ્થાનનું કોકડું આજે ઉકેલાશે ? ભાજપની વિધાનસભા પક્ષની બેઠક પહેલા અનુમાન-અટકળો
- વસુંધરાએ પાર્ટી સમક્ષ કેવી માંગ કરી ?
- પાર્ટીએ એમને શું ઓફર કરી ?
રાજસ્થાનમાં ભાજપનો પ્રચંડ વિજય થયા બાદ એક સપ્તાહથી મુખ્યમંત્રી પદ માટે કવાયત ચાલી રહી છે અને બધાને સમાવી લેવાની ગણતરી સાથે ચર્ચા ચાલી રહી છે ત્યારે આજે જયપુરમાં કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં નવા મુખ્યમંત્રીનું નામ જાહેર થઈ શકે છે. આજે ભોપાલમાં ભાજપ વિધાનસભા પક્ષની બેઠક મળી રહી છે.
અનેક નામો પર ચર્ચા વચ્ચે પાર્ટીએ સમાધાન પણ શોધી કાઢ્યું હોવાનું મનાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ છત્તીસગઢની જેમ રાજસ્થાનમાં પણ મુખ્યમંત્રી સાથે 2 નાયબ મુખ્યમંત્રીની પધ્ધતિ અપનાવવામાં આવી શકે છે. સ્પીકર પદ માટે દલિત મહિલાના નામ પર વિચાર ચાલી રહ્યો હોવાનું પણ બહાર આવ્યું છે.