ઇઝરાયલને ભારતનો ટેકો : વડાપ્રધાને ટ્વીટ કરી કહ્યું મુશ્કેલીમાં ભારત ઇઝરાયલની સાથે
ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે છંછેડાયેલી યુદ્ધ જેવી સ્થિતિ પર ભારતે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને ઇઝરાયલને સાંત્વના પાઠવી હતી અને ટેકો જાહેર કર્યો હતો . ઈઝરાયલ પર હમાસ દ્વારા કરાયેલા રોકેટ હુમલા અને તેમાં 22 જેટલાં ઈઝરાયલીઓના મોત તથા સેંકડો લોકોના ઘવાયા બાદ વડાપ્રધાન મોદીએ પણ પ્રતિક્રિયા આપી હતી .
તેમણે ટ્વિટ કરીને કહ્યું કે ઈઝરાયલ પર આતંકી હુમલાથી ઘેરો આઘાત લાગ્યો. નિર્દોષ પીડિતો અને તેમના પરિજનો સાથે અમારી પ્રાર્થના અને સહાનુભૂતિ છે . આ મુશ્કેલ ઘડીમાં અમે મજબૂત રીતે ઈઝરાયલની પડખે ઊભા છીએ.
મોદી સિવાય આ મામલે વિશ્વના કેટલાક નેતાઓએ પણ આ અંગે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. તેમાં બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે પણ ટ્વીટ કરી લખ્યું કે, ઇઝરાયેલના નાગરિકો પર હમાસના આ આતંકી હુમલાથી હું આઘાત અનુભવું છું. ઇઝરાયેલને પોતાનો બચાવ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. અમે ઇઝરાયેલના અધિકારીઓના સંપર્કમાં છીએ અને ઇઝરાયેલમાં બ્રિટિશ નાગરિકોએ મુસાફરીની એડવાઇઝરીનું પાલન કરવું.