ઇઝરાયલના વડાપ્રધાને ફોન કરી વડાપ્રધાન મોદીને સ્થિતિની જાણકારી આપી
મોદીએ સાંત્વના આપતાં કહ્યું, ભારતના લોકો તમારી સાથે છે
હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો . આ દરમિયાન નેતન્યાહૂએ મોદીને ઈઝરાયેલની વર્તમાન સ્થિતિ વિશે જાણકારી આપી હતી. મોદીએ કહ્યું હતું કે તમામ ભારતીયો ઇઝરાયલની સાથે છે. નેતાન્યાહૂએ અત્યારની હાલતથી મોદીને વાકેફ કર્યા હતા. બંને વચ્ચે ફોન પર વાત થઈ હતી.
વડા પ્રધાન મોદીએ ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂનો તેમના ફોન કૉલ માટે આભાર માનતા X પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં ઈઝરાયેલ સાથે ઉભા રહેવાની વાત કરી છે. એમણે લખ્યું કે વર્તમાન સ્થિતિથી અપડેટ કરાવવા બદલ “હું વડા પ્રધાન નેતન્યાહૂનો આભાર માનું છું, ભારતના લોકો આ મુશ્કેલ સમયમાં ઈઝરાયલની સાથે મજબૂતીથી ઉભા છે. ભારત આતંકવાદના તમામ સ્વરૂપોનો સખત અને સ્પષ્ટપણે વિરોધી છે.
આ પેહલા પણ વડાપ્રધાને હમાસના હુમલાને આતંકવાદી હુમલો ગણાવીને તેની આકરી ટીકા કરી હતી.