પાકિસ્તાનને સીધુ દોર કરવા માટે ઘડાયેલા ફૂલપ્રૂફ પ્લાનની ચર્ચા માટે વડાપ્રધાને આજે એક સાથે ચાર ચાર બેઠક બોલાવી
પાકિસ્તાનને ચારે બાજુથી ઘેરવા માટેની બ્લ્યુપ્રિન્ટ તૈયાર
કેબિનેટ અને CCS સહિતની બેઠકોમાં લેવાઈ શકે છે અગત્યના નિર્ણય
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને એક અઠવાડિયાનો સમય પસાર થઇ ગયો છે અને સરકારે હજુ સુધી રાજદ્વારી પગલાં સિવાય કોઈ પગલાં લીધા નથી પરંતુ આકરાં પગલાં લેવા માટેની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. આજનો બુધવારનો દિવસ ઘણો મહત્વનો છે કારણ કે વડાપ્રધાને જુદી જુદી ચાર બેઠક બોલાવી છે અને આ બેઠકોમાં પાક સામે પગલાં લેવા માટેની યોજનાને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે તેવું જાણવા મળ્યુ છે. બુધવારે સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિ સુરક્ષા (સીસીએસ)ની બેઠક મળશે. આ સિવાય કેન્દ્રીય કેબિનેટની બેઠક પણ મળશે. આ સિવાય કેબીનેટ કમિટી ઓન પોલીટીકલ અફેર્સ અને ત્યાર બાદ પોલીટીકલ કમિટી ઓન ઇકોનીમિક અફેર્સની બેઠક મળશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બુધવારે સવારે 11 વાગ્યે સૌથી પહેલા કેબિનેટ સુરક્ષા કમિટીની બેઠક યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ મળનારી આ બેઠકમાં સુરક્ષા તૈયારીઓ પર ચર્ચા થશે. પહેલગામ હુમલા બાદ આ બીજી સીસીએસ બેઠક યોજાશે. પહેલી બેઠકમાં રાજદ્વારી પગલાં અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આ બેઠકમાં આર યા પારની બ્લ્યુ પ્રિન્ટ
સિક્યોરિટી કમિટીની બેઠક બાદ વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ સીસીપીએ- રાજકીય બાબતોની કેબિનેટ કમિટી (કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સ)ની બેઠક થશે. આ બેઠકમાં વડાપ્રધાન મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહમંત્રી, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી, સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા, નાણામંત્રી નિર્મલા સીતારમણ, કેન્દ્રીય મંત્રી જિતનરામ માંઝી, સર્વાનંદ સોનેવાલ, રાજમોહન નાયડૂ સહિતના અન્ય સભ્ય સામેલ થશે.
રાજકીય બાબતો અંગેની બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈકોનોમિક અફેર્સ કમિટીની પણ બેઠકમાં પણ સામેલ થશે અને અંતે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાશે.
સુત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકાર સુરક્ષા એજન્સીઓ પાસેથી વિગતવાર અને વિસ્તૃત માહિતી લઈ રહી છે. રાજકીય બાબતો પર પણ ચર્ચા વિચારણા થશે. તેમજ સિંધુ જળ સંધિ પર રોક મામલે કેવી રીતે આગળ વધવું તેના પણ નિર્ણયો લેવાશે.