ખુશખબર… સોનાના ભાવમાં થયો ઘટાડો, જાણો શું છે ભાવ
છેલ્લાં કેટલાંક સમયથી સોનાનો ભાવ સતત આસમાને પહોંચી રહ્યો હતો. જેને પગલે સામાન્ય માણસ સોનું ખરીદી શકતા નથી ત્યારે આજે સવારથી જ સોનાના ભાવ ગગડ્યા છે. તો સોનું ખરીદવા ઇચ્છતા લોકો માટે ખુશ ખબર આવી છે. સોનુ તેમજ ચાંદી ની કિંમતમાં આજે ઘટાડો થયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24K સોનું 10 ગ્રામ 243 રૂપિયા સસ્તું થઈને 73,161 રૂપિયા થઈ ગયું છે.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, શુક્રવારે સાંજે 24 કેરેટ શુદ્ધ સોનાની કિંમત 73404 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી, જે આજે સવારે ઘટીને 73161 રૂપિયા થઈ ગઈ છે. એ જ રીતે શુદ્ધતાના આધારે સોનું અને ચાંદી બંને સસ્તા થયા છે.
આજે સોના અને ચાંદીના ભાવ શું છે?
સત્તાવાર વેબસાઇટ ibjarates.com અનુસાર, આજે સવારે 995 પ્યોરિટીના દસ ગ્રામ સોનાની કિંમત ઘટીને 72868 રૂપિયા થઈ ગઈ છે. તે જ સમયે, 916 (22 કેરેટ) પ્યોરિટી 10 ગ્રામ સોનાની કિંમત આજે 67016 રૂપિયા થઈ ગઈ છે. આ સિવાય 750 પ્યોરિટી (18 કેરેટ) સોનાની કિંમત ઘટીને 54871 રૂપિયા થઈ ગઈ છે. તે જ સમયે, 585 પ્યોરિટી (14 કેરેટ) સોનું આજે 42799 રૂપિયા સસ્તું થઈ ગયું છે. આ ઉપરાંત 999 પ્યોરિટીની એક કિલો ચાંદીની કિંમત આજે 81939 રૂપિયા થઈ ગઈ છે. સોનાના ભાવમાં ઘટાડો થયો છે ત્યારે આ તકનો સામાન્ય લોકોને લાભ લેવો જોઈએ કારણકે આગામી દિવસોમાં સોનાના ભાવમાં ધરખમ વધારો પણ થઈ શકે છે.
આ રીતે ચેક કરો સોનાનો બજાર ભાવઃ
તમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમે 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમે જે નંબર પરથી મેસેજ કરશો તે જ નંબર પર તમારો મેસેજ આવશે.