રાંધણ ગેસના કોમર્શિયલ બાટલાના ભાવમાં થયો આટલા રૂપિયાનો ઘટાડો, વાંચો
ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ શુક્રવારથી અમલમાં આવે તે રીતે કોમર્શિયલ વપરાશના ગેસ સિલિન્ડરના ભાવમાં 39 રૂપિયા 50 પૈસા સુધીનો ઘટાડો કરાયો છે. આ ઘટાડો ફક્ત 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં કરાયો છે. ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી તેને યથાવત્ રખાયા છે.
એક ડિસેમ્બરે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરાયો હતો. અગાઉ 16 નવેમ્બરે કડવાચૌથના દિવસે 19 કિલોવાળા સિલિન્ડરમાં 100 રૂપિયાથી વધુનો વધારો ઝિંકાયો હતો. જોકે ઘરેલુ વપરાશના એલપીજી સિલિન્ડરના ભાવમાં હજુ સુધી કોઈ ઘટાડાના અહેવાલ નથી.