પાઈલોટે દારૂના નશામાં ફુકેતથી દિલ્હી સુધી ફ્લાઈટ ઉડાડી
તાજેતરમાં એર ઇન્ડિયાનાં એક પાઈલોટે થાઇલેન્ડનાં ફુકેતથી દિલ્હી સુધી દારૂના નશામાં ફ્લાઈટ ઉડાડી હતી અને આ ફ્લાઈટ ભારતમાં લેન્ડ થયા બાદ તેના બ્રેથ એનેલાઇઝર ટેસ્ટમાં તે સાબિત થતાં તેને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે.
આ પાઈલોટ સામે એર ઇન્ડિયાએ ગુનો પણ દાખલ કરાવ્યો છે. આ બાબતની જાણ ડીજીસીએને પણ કરવામાં આવી છે.
ભારતમાં ફ્લાઇટમાં આલ્કોહોલ પીરસવામાં આવતો નથી અને વિદેશથી ભારત આવતી ફ્લાઇટના ક્રૂ મેમ્બરોએ લેન્ડ થયા બાદ બ્રેથ એનાલાઈઝર ટેસ્ટમાંથી પસાર થવું પડે છે.
વિમાનમાં પ્રવાસ કરનારા યાત્રીઓની સુરક્ષા પાયલટ અને ક્રૂ મેમ્બર પર નિર્ભર હોય છે. એવા સમયે પાયલટ આલ્કોહોલના નશામાં વિમાનનું ઉડ્ડયન કરે તો તે યાત્રીઓ માટે ગંભીર ખતરો છે.