ઉતરપ્રદેશમાં ચકચાર મચાવતી હત્યાની ઘટના સામે આવી છે જેમાં એક વ્યક્તિએ પરિવારના ૫ લોકોને મોતને ઘાટ ઉતર્યા અને ત્યારબાદ પોતે પણ આપઘાત કરી લીધો હતો. આરોપીએ પહેલા તેની માતાને ગોળી મારી, પછી તેની પત્નીને હથોડી વડે માર્યો અને ત્રણ બાળકોને છત પરથી ફેંકી દીધા. આ પછી આરોપીએ પોતાને ગોળી મારી દીધી હતી.
મળતી વિગતો અનુસાર આ ઘટના યુપીના સીતાપુરની છે જ્યાં એક જ પરિવારના 6 લોકોના મોતથી ખળભળાટ મચી ગયો છે. રિપોર્ટ અનુસાર યુવકે માતા, પત્ની અને બાળકોની નિર્દયતાથી હત્યા કરી હતી. આરોપીએ તેની માતાને ગોળી મારી અને તેની પત્નીની હથોડી વડે હત્યા કરી. આ ઘટના મથુરા પોલીસ સ્ટેશન વિસ્તારના પલ્હાપુર ગામમાં બની હતી.
આ પછી આરોપીએ તેના ત્રણ બાળકોને છત પરથી ફેંકી દીધા જેના કારણે તેઓનું પણ મોત થયું. પરિવારના પાંચ સભ્યોની હત્યા કર્યા બાદ આરોપીએ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. પ્રારંભિક અહેવાલો અનુસાર, આરોપી ડ્રગ એડિક્ટ હતો અને માનસિક રીતે અસ્વસ્થ હતો.
પાલહાપુરમાં ગત રાત્રે ખેડૂત વિરેન્દ્ર સિંહના પુત્ર અનુરાગ સિંહે આ હત્યાને અંજામ આપ્યો હતો. માનસિક રીતે અસ્વસ્થ અનુરાગ સિંહ, માતા સાવિત્રી દેવી (ઉ.વ 62), પત્ની પત્ની પ્રિયંકા સિંહ (ઉ.વ 40), પુત્રી આશ્વી (ઉ.વ 12), પુત્ર અનુરાગ અને પુત્રી અર્ના (ઉ.વ 08)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આદવિક (ઉ.વ 04)નું ટ્રોમા સેન્ટરમાં સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટનાને અંજામ આપ્યા બાદ અનુરાગ સિંહ (ઉ.વ 45) એ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. સવારે આ ઘટનાની માહિતી મળતાં જ સમગ્ર ગામમાં અફરા-તફરી મચી ગઈ હતી.
આ ઘટના અંગે એસએસપી સીતાપુર ચક્રેશ મિશ્રાએ કહ્યું, ‘આજે મથુરામાં રામપુર પોલીસને માહિતી મળી હતી કે અનુરાગ સિંહ (ઉંમર- 45 વર્ષ) નામના એક માનસિક રીતે બીમાર વ્યક્તિએ પોતાના પરિવારના 5 સભ્યોની હત્યા કરી હતી. પોલીસ અને એફએસએલની ટીમ તપાસ કરી રહી છે. દરેક પાસા પર કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.