રાજસ્થાનના નવા સીએમ માટે સોમવારે નહીં હવે ભાજપની ક્યારે મળશે બેઠક ? વાંચો
- મોવડી મંડળ કોની તરફ ?
- ધારાસભ્યો કોની સાથે ?
- કોકડું વધુ ગૂંચવાયું
રાજસ્થાનમાં નવા મુખ્યમંત્રીની પસંદગીમાં ભાજપને મોડું થઈ રહ્યું છે અને તેનું કારણ એવું બહાર આવ્યું છે કે પૂર્વ મુખ્યમંત્રી અને સિનિયર નેતા વસુંધરા રાજેએ પેચ ફસાવી દીધો છે. તેઓ જીદ પર અડી ગયા છે અને એમને સમજાવાઈ રહ્યા છે.
નામ નક્કી કરવા વિધાનસભા પક્ષની બેઠક સોમવારે મળવાની હતી પણ હવે તે મંગળવાર પર મુલતવી રખાઇ હોવાનું બહાર આવ્યું હતું. નિરીક્ષકો રાજનાથસિંહ, વિનોદ તાવડે અને સરોજ પાંડે રવિવારે પણ જયપુર આવ્યા નહતા.