માનવતાના દોષી છે નેતન્યાહુ !! ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું
ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) એ ગુરુવારે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન યોવ ગાલાન્ટ માટે યુદ્ધ અને માનવતા વિરુદ્ધ અપરાધો પર ધરપકડ વોરંટ જારી કર્યું છે.
ICCએ નેતન્યાહુ અને ગેલન્ટ પર માનવતા વિરુદ્ધના ગુનાઓ, જેમાં હત્યા, ત્રાસ અને અમાનવીય કૃત્યોનો સમાવેશ થાય છે. એવા આક્ષેપો છે કે ઇઝરાયેલે ગાઝામાં નાગરિકોને ખોરાક, પાણી અને તબીબી સહાય જેવા આવશ્યક પુરવઠો પર પ્રતિબંધ મૂક્યો છે, જેના કારણે બાળકોના મોત અને ઘણા લોકોને તકલીફ પડી છે.
માહિતી અનુસાર, આરોપમાં કહેવામાં આવ્યું છે કે કોર્ટને એ માનવા માટે વાજબી કારણ પણ મળ્યું છે કે નેતન્યાહૂએ જાણીજોઈને નાગરિકોને નિશાન બનાવ્યા અને જરૂરી મદદ રોકી દીધી. જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
કોર્ટે કહ્યું, ‘અમે મૂલ્યાંકન કરીએ છીએ કે ગાઝાની નાગરિક વસ્તી સામે ઇરાદાપૂર્વકના હુમલાને નિર્દેશિત કરવાના યુદ્ધ અપરાધ માટે નેતન્યાહૂ અને ગેલન્ટ જવાબદાર છે તે માનવા માટે વાજબી કારણો છે.’
ઇઝરાયેલના રાષ્ટ્રપતિ આઇઝેક હરઝોગે પ્રતિક્રિયા આપી
ઇઝરાયેલના રાષ્ટ્રપતિ આઇઝેક હરઝોગે ધરપકડ વોરંટ પર પ્રતિક્રિયા આપતા તેને ન્યાય માટેનો કાળો દિવસ ગણાવ્યો હતો. તેણે કહ્યું, ‘આઈસીસીના નિર્ણયથી ન્યાય હાસ્યનો પાત્ર બની ગયો છે. તે ન્યાય માટે લડનારા તમામના બલિદાનની મજાક ઉડાવે છે. તેમણે કહ્યું કે તે ગાઝામાં હમાસ દ્વારા ક્રૂર કેદમાં રાખવામાં આવેલા 101 ઇઝરાયેલી બંધકોની દુર્દશાને અવગણે છે. આ હમાસ દ્વારા માનવ ઢાલ તરીકે તેના પોતાના લોકોના નિંદાત્મક ઉપયોગની અવગણના કરે છે. આ મૂળભૂત હકીકતની અવગણના કરે છે કે ઇઝરાયેલ પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હતો અને તે તેના લોકોનો બચાવ કરવાની ફરજ અને અધિકાર ધરાવે છે.