ઇન્કમટેક્સ વિભાગે કોંગ્રેસ પાસે વધુ રૂ.1800 કરોડનું લેણું કાઢ્યું
કોંગ્રેસે લગાવ્યો ભાજપ પર ટેક્સ ટેરરિઝમનો આક્ષેપ
લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસને વધુ એક ઝાટકો
ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા છેલ્લા બે મહિનામાં કરવામાં આવેલી કામગીરીને કારણે આર્થિક ભીંસ અનુભવી રહેલ કોંગ્રેસને વધુ એક આંચકો લાગ્યો છે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટએ નાણાકીય વર્ષ 2017-18 થી વર્ષ 2020-21 વચ્ચેના કથિત રીતે બાકી 1800 કરોડના લેણા અંગે નોટિસ આપતા કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ઇન્કમટેક્સના આ પગલાં ને ટેક્સ ટેરરિઝમ જણાવ્યું હતું.
આ અગાઉ ફેબ્રુઆરી મહિનામાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કોંગ્રેસના આઈટી રિટર્ન લમાં ગેરરીતી હોવાનું જણાવી 200 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. કોંગ્રેસના બેન્ક એકાઉન્ટ પણ સ્થગિત કરી દેવાયા છે. ગુરુવારે દિલ્હી હાઇકોર્ટે આઈટી રિટર્ન ના રી એસેસમેન્ટ સામે કરેલી કોંગ્રેસે કરેલું અરજી ફગાવી દીધા બાદ થોડી કલાકોમાં જ ઇન્કમટેક્સ દ્વારા 1800કરોડની નવી નોટિસ ફટકારવામાં આવી હતી.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા જયરામ રમેશે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રચાર ન કરી શકે એ માટે આર્થિક રીતે પંગુ બનાવી દેવાના હેતુથી સરકારના ઇશારે ઇન્કમટેક્સ દ્વારા આ બધી કાર્યવાહી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો