બધી જગ્યાએ આધાર કાર્ડની ઝેરોક્ષ આપવાની ઝંઝટ થશે ખતમ: સરકાર લાવી રહી છે નવો નિયમ,ડિજિટલ માધ્યમથી જ થશે વેરિફિકેશન
આધાર કાર્ડના ઉપયોગ અને સુરક્ષાને લઈને એક મોટો નિયમ ટૂંક સમયમાં અમલમાં આવવાનો છે. કેન્દ્ર સરકારે ટૂંક સમયમાં એવો નિયમ જાહેર કરવાની તૈયારી કરી છે, જેનાથી હોટેલ્સ, ઇવેન્ટ આયોજકો અને અન્ય સંસ્થાઓ ગ્રાહકોના આધાર કાર્ડની ફિઝિકલ ફોટોકૉપી લેવા અને તેને સંગ્રહિત કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકશે.
આ ફેરફારનો મુખ્ય હેતુ આધાર કાર્ડની ફોટોકૉપી પર અંકુશ મૂકવાનો છે, જેથી પ્રાયવસીનું જોખમ ઘટાડી શકાય. આ સિવાય તે વર્તમાન આધાર કાયદાની વિરુદ્ધ પણ છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ આ નવા નિયમને મંજૂરી આપી દીધી છે અને ટૂંક સમયમાં જ તે જાહેરનામું બહાર પાડશે.
આ પણ વાંચો :મીડિયા માફિયા હજુ નહીં સુધરે તો અમે નામ સાથે તેમને ઉઘાડા પાડશું! ઉઘરાણાબાજ મીડિયા માફિયાઓ સામેની ફરિયાદો અત્યંત ચોંકાવનારી
સીઈઓ ભુવનેશ કુમારે જણાવ્યું હતું કે, જે સંસ્થાઓ ઓફલાઇન આધાર વેરિફિકેશન કરવા માંગે છે, તે તમામે હવે UIDAIમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને ફક્ત ડિજિટલ માધ્યમોથી જ ગ્રાહકનું વેરિફિકેશન કરવું પડશે.
નવા નિયમ મુજબ પેપર-આધારિત વેરિફિકેશનને અટકાવવા અને આધાર ડેટાના દુરુપયોગની શક્યતાને ઘણી હદ સુધી ઘટાડવા માટે હોટેલ્સ, રિટેલ આઉટલેટ્સ કે ઇવેન્ટ સ્થળોએ હવે સુરક્ષિત (ઍપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ) દ્વારા QR કોડ સ્કેનિંગ અથવા UIDAIની નવી એપ આધારિત વેરિફિકેશન સિસ્ટમનો ઉપયોગ કરવો ફરજિયાત થઈ જશે.
