ઇઝરાયલથી વધુ 235 ભારતીયોને વતન લઈ આવી ફ્લાઇટ
સરકારે શરૂ કરેલા ઓપરેશન અજયથી ભારતીયોમાં સંતોષ અને સુરક્ષા
ઇઝરાયલ અને હમાસના યુદ્ધને કારણે ઈઝરાયલમાં ફસાયેલા ભારતીય નાગરિકોને હેમખેમ સ્વદેશ પરત લાવવા માટે ભારત સરકારે ઓપરેશન અજય આદર્યું છે અને વધુમાં વધુ ભારતીયોને વતન લાવવામાં આવી રહ્યા છે. સરકારે સમયસર આ ઓપરેશન શરૂ કરતાં ભારતીયોમાં સુરક્ષાની લાગણી દેખાય છે.
ઓપરેશન અજયની બીજી ફ્લાઇટ શનિવારે સવારે દિલ્હી એરપોર્ટ પર પહોંચી હતી . આ વિમાનમાં 235 ભારતીય નાગરિકો સવાર હતા, જેઓએને ઈઝરાયલથી સુરક્ષિત પરત લાવવામાં આવ્યા છે. ઓપરેશન અજય અંતર્ગત અત્યાર સુધીમાં 447 ભારતીયોને પરત લવાયા છે.
શુક્રવારે રાત્રે ભરી હતી ઉડાન
ઓપરેશન અજય અંતર્ગત બીજી ફ્લાઇટે સ્થાનિક સમય મુજબ (ઈઝરાયલ) શુક્રવારે રાતે 11.02 વાગ્યે ઉડાન ભરી હતી. ઈઝરાયલમાંથી ભારતીયોને બહાર કાઢવાનું અભિયાન હજુ ચાલુ રહેશે. ઈઝરાયલમાં લગભગ 18,000થી વધુ ભારતીય નાગરિકો રહે છે.