રાહુલ ગાંધી, થરુર, હેમામાલિની અને અરુણ ગોવિલનું ભાવિ ઘડાશે
બીજા તબક્કાના મતદાનમાં ચૂંટણીમાં ૧૨ રાજ્યોમાં ૧૨૧૦ ઉમેદવારો મેદાને
૨૬ એપ્રિલે ૮૮ બેઠક ઉપર થશે મતદાન : ચૂંટણી પંચે તૈયારીઓ પૂરી કરી
લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કામાં 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 1,206 ઉમેદવારો અને બાહ્ય મણિપુર પીસીના 4 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના રાહુલ ગાંધી, શશી થરુર, બિહારના પપ્પુ યાદવ, મથુરામાં ભાજપના હેમામાલિની અને મેરઠમાં અરુણ ગોવિલ સહિતના મહાનુભાવોનું ભાવી ઈવીએમમાં કેદ થશે.
૨૬મીએ જે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં મતદાન થવાનું છે તેમાં આસામમાં 5 ,બિહારમાં 5, છત્તીસગઢમાં 3, જમ્મુ એન્ડ કાશ્મીરમાં 1, કર્ણાટકમાં 14, કેરળમાં 20, મધ્યપ્રદેશમાં 7, મહારાષ્ટ્રમાં 8, રાજસ્થાનમાં 13, ત્રિપુરામાં 1, ઉત્તર પ્રદેશમાં 8 અને પશ્ચિમ બંગાળમાં 3 મળી કુલ 88 બેઠકનો સમાવેશ થાય છે.
રાજ્ય પ્રમાણે બેઠક જોઈએ તો આસામમાં કરીમગંજ, સિલચર, બિહારમાં કિસનગંજ, કટિહાર, પૂર્ણિયા, ભાગલપુર અને બંકા, છતીસગઢમાં રાજ્નંદ ગાવ, કાશ્મીરમાં જમ્મુ, કર્નાટકમાં ઉડુપી, ચિત્રદુર્ગ, માયસોર, બેંગ્લોર ગ્રામ્ય, ગેન્ગ્લોર ઉત્તર, બેંગ્લોર સેન્ટ્રલ, બેંગ્લોર દક્ષીણ, કેરાલામાં કન્નુર, વાયનાડ, કોઝીકોડે, પલક્કડ, થ્રીસુર, એર્નાકુલ્લામ, કોટ્ટાયમ, અલાપુઝા, કોલ્લામ, થીરુવનંતપુરમ, મધ્યપ્રદેશમાં દમોહ, ખજુરાહો, સતના, રેવા, હોશંગાબાદ, મહારાષ્ટ્રમાં નાંદેડ, અકોલા, અમરાવતી, વર્ધા, યવતમલ, મણીપુરમાં બાહ્ય મણીપુર, રાજસ્થાનમાં ટોંક, અજમેર, પાળી, જોધપુર, બાડમેર, જાલોર, ઉદયપુર, ચિતોડગઢ, રાજસમંદ, ભીલવારા, કોટા, ઝાલાવાડ, ત્રિપુરામાં ત્રિપુરા પૂર્વ, ઉત્તરપ્રદેશમાં અમરોહા, મેરઠ, બાગપત, ગાઝીયાબાદ, અલીગઢ, મથુરા, બુલંદશહેર, પશ્ચિમ બંગાળમાં દાર્જીલિંગ, રાયગંજ અને બેલુરઘાટ સહિતની બેઠકો ઉપર મતદાન થવાનું છે.
ચૂંટણી પંચે આ બીજા તબક્કાની ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે સંપન્ન થાય તે માટે પૂરતા પ્રયાસો કર્યા છે.