Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

વિશ્વના સૌથી મોટા ડ્રગ ડોનનો અંત! મેક્સિકોના ખૂંખાર ડ્રગ ડોન અલ મેન્ચોના પતન માટે તેની સ્ત્રી મિત્ર જ નિમિત બની, જાણો સમગ્ર મામલો

Wed, February 25 2026

મેક્સિકોમાં વર્ષોથી પોલીસ-આર્મી અને ડ્રગ કાર્ટેલ વચ્ચે ચાલતા યુદ્ધમાં ડ્રગ ડોન અલ મેન્ચોના મૃત્યુ સાથે એક મહત્વનો વણાંક આવ્યો છે.રસપ્રદ વાત એ છે કે વર્ષોથીમેક્સિકો અને અમેરિકાના સુરક્ષા દળો અને એજન્સીઓને હાથતાળી આપતા દેશના સૌથી શક્તિશાળી ડ્રગ કાર્ટેલ” જાલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ” ના વડા નેમેસિયો ઓસેગેરા સર્વાન્ટેસ ઉર્ફે અલ મેન્ચો સુધી પહોંચવામાં તેની પ્રેમિકા જ નિમિત બની હતી.બીજી તરફ અલ મેન્ચોના મૃત્યુ પછી દેશના 20 કરતાં વધુ જિલ્લાઓમાં રસ્તા પર ઉતરી આવેલા ડ્રગ માફીયાઓ અને મેક્સિકોના આર્મી વચ્ચે બીજા દિવસે પણ જંગ જારી રહ્યો હતો. અત્યાર સુધીમાં તેમાં સુરક્ષા દળના કર્મચારીઓ સહિત કુલ 70 લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે.

મેક્સિકન સેનાએ જાહેર કરેલા વિગતો મુજબ, અમેરિકા અને મેક્સિકો બંને દેશો વર્ષોથી આ ડોનને શોધી રહ્યા હતા. અનેક વખત તે હાથમાંથી સરકી ગયો હતો. પરંતુ આ વખતે ગુપ્તચર વિભાગે સીધી નજર તેના પર નહીં, પણ તેના વ્યક્તિગત જીવન પર રાખી હતી અને તેના નજીકના સાથીઓ સતત રડારમાં હતા.

સેનાના તપાસકર્તાઓએ અલ મેન્ચોની એક નજીકની સ્ત્રી મિત્ર સાથે સંકળાયેલા વિશ્વાસુ સહયોગીને ટ્રેક કર્યો હતો. તે વ્યક્તિ શુક્રવારે એ મહિલાને અલ મેન્ચી જ્યાં છુપાયો હતો તે જાલિસ્કો રાજ્યના ટાપાલ્પા નામના પહાડી વિસ્તાર સુધી લઈ ગયો હતો.અમેરિકન ઇન્ટેલિજન્સ તરફથી મળેલી મહત્વપૂર્ણ વધારાની માહિતી અને એ ચોક્કસ સ્થાનની જાણકારી મળ્યા બાદ મેક્સિકન આર્મી અને તેની વિશેષ ટીમો ત્રાટકવા માટે તૈયાર થઈ ગઈ હતી.એ મહિલા રાત્રિ રોકાણ કરીને ત્યાંથી રવાના થઈ એ સાથે જ આ દિલધડક ઓપરેશન શરૂ થયું હતું.

આ પણ વાંચો:રાજકોટમાં 5 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં ધો.10 અને ધો.12ની ઉત્તરવહીની ચકાસણી થશે: 73 હજારથી વધુ શિક્ષકોને ઓર્ડરો આપવામાં આવ્યા

અલ મેન્ચો જંગલમાં ભાગ્યો પણ અંતે…

રવિવારે વહેલી સવાર પહેલાં મેક્સિકન આર્મી અને નેશનલ ગાર્ડે એ જગ્યાને ઘેરી લઈ છટકવાના તમામ દરવાજા બંધ કરી દીધા હતા. આસપાસના રાજ્યોમાં સ્પેશિયલ ફોર્સ અને છ હેલિકોપ્ટર સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા હતા અને એર ફોર્સના વિમાનોએ ઉપરથી રેકી કરી હતી. બીજી તરફ સેનાએ આગળ વધવાનું શરૂ કર્યું તે સાથે જ કાર્ટેલના સશસ્ત્ર માફિયાઓએ જોરદાર ફાયરિંગ શરૂ કર્યું હતું. અલ મેન્ચો બે બોડીગાર્ડ સાથે ભાગવાનો પ્રયાસ કરી જંગલ વિસ્તારમાં છુપાયો હતો પણ ભારે ગોળીબાર પછી સ્પેશિયલ ફોર્સે તેને ઝાડીઓમાં છુપાયેલો શોધી કાઢ્યો. એન્કાઉન્ટરમાં તે અને તેના બે બોડીગાર્ડ ગંભીર રીતે ઘાયલ થયા. તેમને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલ લઈ જવાતા રસ્તામાં જ મોત નીપજ્યું હતું.

નેશનલ ગાર્ડના 25 જવાનોના મોત: સેનાના હેલિકોપ્ટર ઉપર ગોળીબાર

અલ મેન્ચોના મૃત્યુ બાદ મેક્સિકો માં ભયંકર તોફાનો ફાટી નીકળ્યા છે. અત્યાર સુધીમાં ડ્રગ માફીયાઓ સાથેની અથડામણમાં નેશનલ ગાર્ડના 25 જવાનો મૃત્યુ પામ્યા છે. મૃતકોમાં જેલ અધિકારી, પ્રોસિક્યુટર ઓફિસ કર્મચારી અને એક મહિલા નાગરિકનો સમાવેશ થાય છે. બીજી તરફ સુરક્ષા દળોએ માફિયા કાર્ટેલના 30 કરતાં વધુ સભ્યોને ઢાળી દીધા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ મેક્સિકોમાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ નિર્માણ પામી છે.

ડ્રગ માફીઆઓ અને આર્મી વચ્ચે અનેક નગરોમાં બીજા દિવસે પણ જંગ જારી રહ્યો હતો. સુરક્ષા દળોની કાર્યવાહી દરમિયાન કાર્ટેલ પાસેથી બે રોકેટ લોન્ચર સહિત ભારે શસ્ત્રો મળી આવ્યાં હતા.મિચોઆકાન નામના શહેરમાં થયેલી અથડામણમાં ઓછામાં ઓછા 15 સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ડ્રગ માફિયાઓએ સેનાના હેલિકોપ્ટર ઉપર પણ ગોળીબાર કરતા હેલિકોપ્ટરનો ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.

અલ મેન્ચો લાંબા સમયથી અમેરિકા-મેક્સિકોની મોસ્ટ વોન્ટેડ યાદીમાં હતો અને ફેન્ટાનાઇલ તથા કોકેન તસ્કરીનો વૈશ્વિક નેટવર્ક ચલાવતો હતો. તેની મૃત્યુ સાથે મેક્સિકોમાં એક યુગ સમાપ્ત થયો છે પરંતુ અધિકારીઓએ સ્વીકાર્યું છે કે કાર્ટેલ હજી જીવંત છે અને આગામી દિવસોમાં બદલો લઈ શકે છે.

Share Article

Other Articles

Previous

રનરેટનું ભૂત ધૂણ્યું: ટીમ ઈન્ડિયાએ ઝીમ્બાબ્વેને 77 રને હરાવવું પડશે, ટોપ-2માં આવવા માટે ZIM સામે આટલા રને જીતવું જરૂરી

Next

રાજકોટમાં 5 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં ધો.10 અને ધો.12ની ઉત્તરવહીની ચકાસણી થશે: 73 હજારથી વધુ શિક્ષકોને ઓર્ડરો આપવામાં આવ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
રનરેટનું ભૂત ધૂણ્યું: ટીમ ઈન્ડિયાએ ઝીમ્બાબ્વેને 77 રને હરાવવું પડશે, ટોપ-2માં આવવા માટે ZIM સામે આટલા રને જીતવું જરૂરી
1 કલાક પહેલા
વિશ્વના સૌથી મોટા ડ્રગ ડોનનો અંત! મેક્સિકોના ખૂંખાર ડ્રગ ડોન અલ મેન્ચોના પતન માટે તેની સ્ત્રી મિત્ર જ નિમિત બની, જાણો સમગ્ર મામલો
2 કલાક પહેલા
રાજકોટમાં 5 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં ધો.10 અને ધો.12ની ઉત્તરવહીની ચકાસણી થશે: 73 હજારથી વધુ શિક્ષકોને ઓર્ડરો આપવામાં આવ્યા
2 કલાક પહેલા
ધો.10નાં વિદ્યાર્થીઓને 3 કીમી.સુધીમાં પરીક્ષા કેન્દ્રનો નિયમ: 5 વર્ષ પૂર્વે રાજકોટ DEOએ કરી હતી કવાયત, શિક્ષણ વિભાગને યોગ્ય લાગતાં કરાવ્યો અમલ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2927 Posts

Related Posts

બે જિલ્લાની કડકાઇની અસર રાજકોટ શહેરમાં? વિદેશી દારૂના કેસ શોધવા પોલીસ પણ તરસે છે!
ક્રાઇમ
5 મહિના પહેલા
રાજકોટ  : બેડી રામપરા ગામે કૂવામાંથી 4 વર્ષના બાળકનો મૃતદેહ મળ્યો : હત્યા કે અકસ્માત ? ?
ક્રાઇમ
1 વર્ષ પહેલા
કાર પાર્કિંગનો કજિયો : રાજકોટમાં કોન્ટ્રાકટર પરિવારને પાડોશીએ સાગરીતો સાથે મળી માર માર્યો
ગુજરાત
5 મહિના પહેલા
આજે વડાપ્રધાન બિહારના પ્રવાસે, સાંજે પટણામાં રોડ શો, આવતીકાલે ત્રણ રેલીઓને સંબોધન
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર