‘સિરાજ અને કૃષ્ણા’ ની જોડીએ ઓવલમાં કહેર વરસાવ્યો : અત્યંત રોમાંચક મેચમાં ટીમ ઈન્ડિયાનો ઈંગ્લેન્ડ સામે શાનદાર વિજય
અત્યંત રોમાંચક ઓવલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો ઈંગ્લેન્ડ સામે છ રને શાનદાર વિજય થયો છે. ભારતે 374 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં, ઈંગ્લેન્ડની ટીમ 367 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. પાંચમા દિવસે ઇંગ્લેન્ડને જીતવા માટે 35 રનની જરૂર હતી અને ભારતને ચાર વિકેટની જરૂર હતી. સિરાજે આજે ત્રણ વિકેટ લીધી, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ એક વિકેટ લીધી. સિરાજે ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધી, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ ચાર વિકેટ લીધી. આકાશ દીપે એક વિકેટ લીધી. આ સાથે, પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 2-2થી ડ્રો થઈ. શુભમન ગિલના નેતૃત્વ હેઠળની યુવા ટીમનું આ ઐતિહાસિક પ્રદર્શન છે. આ પ્રવાસ પહેલા કોઈ પણ ક્રિકેટ વિદ્વાનોએ ભારતને ફેવરિટ ગણાવ્યું ન હતું. જોકે, ગિલની યુવા ટીમે બધા ટીકાકારોને ચૂપ કરી દીધા અને શ્રેણી 2-2થી ડ્રો કરી.

ભારતે પ્રથમ ઇનિંગ્સમાં 224રન બનાવ્યા. જવાબમાં, ઇંગ્લેન્ડનો પ્રથમ ઇનિંગ્સ 247 પર સમાપ્ત થયો અને અંગ્રેજી ટીમે 23 રનની લીડ મેળવી. ભારતે પોતાની બીજી ઇનિંગમાં 396 રન બનાવ્યા અને કુલ 373 રનની લીડ મેળવી અને 374 રનનો લક્ષ્યાંક આપ્યો. જવાબમાં, ઇંગ્લેન્ડનો બીજો ઇનિંગ 367 રન પર સમાપ્ત થયો. જો રૂટના 105 રન અને હેરી બ્રુકના 111 રન ઇંગ્લેન્ડને હારથી બચાવી શક્યા નહીં. સિરાજે એટકિનસનને છેલ્લી વિકેટ તરીકે યોર્કરથી ક્લીન બોલ્ડ કરતાની સાથે જ ભારતીય ચાહકો અને ખેલાડીઓની ખુશીનો પાર ન રહ્યો. સિરાજ દોડ્યો અને ભારતીય ખેલાડીઓ તેને ગળે લગાવવા દોડ્યા.
𝗧𝗛𝗘 𝗥𝗘𝗗𝗘𝗠𝗣𝗧𝗜𝗢𝗡 for Mohammed Siraj 🤩
— ICC (@ICC) August 4, 2025
#WTC27 | 📝 #ENGvIND: https://t.co/SNl4Ym0LJt pic.twitter.com/MuLTmh7ins
ભારતની પ્રથમ ઇનિંગ
ભારતે પ્રથમ ઇનિંગમાં 224 રન બનાવ્યા. કરુણ નાયરે સૌથી વધુ 57 રનની ઇનિંગ રમી. તેણે 109 બોલની ઇનિંગમાં 57 રન બનાવ્યા. આ ઉપરાંત, સાઈ સુદર્શન 38 રન, કેપ્ટન શુભમન ગિલ 21 રન અને વોશિંગ્ટન સુંદર 26 રન બનાવીને આઉટ થયા. યશસ્વી જયસ્વાલ બે રન, કેએલ રાહુલ 14 રન, રવિન્દ્ર જાડેજા નવ રન, ધ્રુવ જુરેલ 19 રન બનાવી શક્યા. ઇંગ્લેન્ડ તરફથી ગુસ એટકિન્સને પાંચ અને જોશ ટોંગે ત્રણ વિકેટ લીધી. ક્રિસ વોક્સે એક વિકેટ લીધી.
𝐈𝐭'𝐬 𝐰𝐡𝐲 𝐰𝐞 𝐥𝐨𝐯𝐞 𝐓𝐞𝐬𝐭 𝐜𝐫𝐢𝐜𝐤𝐞𝐭 ❤️
— ICC (@ICC) August 4, 2025
#WTC27 | 📝 #ENGvIND: https://t.co/SNl4Ym0LJt pic.twitter.com/KfWOGRSgsV
ઇંગ્લેન્ડનો પ્રથમ દાવ
ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં 247 રન બનાવ્યા. જેક ક્રોલી 64 રન, બેન ડકેટ 43 રન અને હેરી બ્રુક 53 રન બનાવીને આઉટ થયા. કેપ્ટન ઓલી પોપ 22 રન અને જો રૂટ 29 રન બનાવી શક્યા. આ ઉપરાંત, જેકબ બેથેલ છ રન, જેમી સ્મિથ આઠ રન અને ગુસ એટકિન્સન 11 રન બનાવીને આઉટ થયા. ભારત તરફથી સિરાજ અને પ્રસિદ્ધે ચાર-ચાર વિકેટ લીધી. તે જ સમયે, આકાશ દીપને એક વિકેટ મળી.
આ પણ વાંચો : ભારે કરી! ઓટલે બેસવા પત્ની ગઈ, બેફામ માર પતિએ ખાધો, પાડોશી યુવકે કરી ધોલાઈ
તમને જણાવી દઈએ કે બંને ટીમો આ મેચમાં ચાર-ચાર ફેરફારો સાથે આવી હતી. ખભાની ઈજાને કારણે ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ આ મેચમાં રમ્યા ન હતા. સ્ટોક્સની ગેરહાજરીમાં, ઈંગ્લેન્ડની ટીમનું નેતૃત્વ ઓલી પોપે કર્યું હતું. જોફ્રા આર્ચર, બ્રાયડન કાર્સ અને લિયામ ડોસન પણ આ મેચમાં રમ્યા ન હતા. બીજી તરફ, ભારતે કરુણ નાયર, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણા અને ધ્રુવ જુરેલને તક આપી હતી.
