રાક્ષસ બનેલા પતિએ નિદ્રાધિં પત્ની,પુત્રી,અને બે પુત્રોની હત્યા કરી પોતે પણ આપઘાત કરી લીધો
ઉત્તર પ્રદેશના વારાણસીમાં ભયંકર હત્યાકાંડ
અગાઉ પિતા, ભાઈ અને ભાભીની પણ હત્યા કરી હતી
ઉત્તર પ્રદેશના વારાણસીમાં એક જ પરિવારના ચાર સભ્યોની હત્યા થતા આહાકાર મચી જવા પામ્યો હતો.
પરિવારના આ સભ્યોની હત્યા કરનાર પતિએ પોતે પણ બાદમાં જાતને ગોળી મારી આપઘાત કરી લીધો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર વારાણસીના ભદાયીણા વિસ્તારમાં રહેતા રાજેન્દ્ર ગુપ્તા નામના શખ્સે તેના પરિવારના બધા સભ્યો નિંદ્રાધીન થઈ ગયા બાદ પત્ની નીતુ ગુપ્તા ( ઉ.વર્ષ 45), પુત્રો નવેન્દ્ર (ઉમર વર્ષ 25) અને શુભેન્દ્ર (ઉમર વર્ષ )15 તથા પુત્રી ગૌરાંગી( ઉમર વર્ષ) 16 ની ગોળી મારી હત્યા કરી નાખી હતી.
આ હત્યાકાંડની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ત્યારે રાજેન્દ્ર ગુપ્તા ભાગી છૂટયો હતો. જોકે બાદમાં અન્ય સ્થળેથી તેની પણ લાશ મળી આવી હતી. રાજેન્દ્ર ગુપ્તાએ પોતાને જ ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર રાજેન્દ્ર ગુપ્તા એ આ અગાઉ તેના પિતા તેમજ સગા ભાઈ અને ભાભી ની હત્યા કરી હતી. એ કેસમાં જામીન ઉપર છુટ્યા બાદ એક વર્ષથી તે પરિવારથી અલગ રહેતો હતો પણ દિવાળી કરવા માટે પરિવાર સાથે રહેવા માટે આવ્યો હતો અને બાદમાં આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો.
રાજેન્દ્ર ગુપ્તા દેશી બ્રાન્ડના શરાબનો કારોબાર ધરાવે છે. તેની માલિકીના આઠથી દસ જેટલા મકાનોનું તેને દર મહિને લાખો રૂપિયાનું ભાડું મળતું હતું. રાક્ષસી મનોવૃત્તિ ધરાવતા રાજેન્દ્ર ગુપ્તાએ પોતાની જ પત્ની તથા સંતાનોની હત્યા કરતા વારાણસી સ્તબ્ધ બની ગયું હતું.