ઝિમ્બાબ્વેમાં પ્લેન ક્રેશ થતાં દેશના બિઝનેસમેન હરપાલ રંધાવા અને પુત્રના મોત
ઝિમ્બાબ્વેમાં એરોપ્લેન ક્રેશ થતા ભારતીય અબજોપતિ બિઝનેસમેન અને તેમના દિકરા સહિત 6 લોકોના મોત થયા હતા . દક્ષિણ-પશ્ચિમ ઝિમ્બાબ્વેમાં એક પ્રાઈવેટ પ્લેનમાં ટેકનિકલ ખામી સર્જાવાના કારણે હીરાની ખાણની પાસે ક્રેશ થયું હતું.
આ ઘટનામાં ભારતીય અબજોપતિ બિઝનેસમેન હરપાલ રંધાવા અને તેમના પુત્ર આમેર કબીર સિંહ રંધાવાનું દુઃખદ મોત નિપજ્યું હતું . આ પ્લેનમાં ખાણ બિઝનેસમેન અને તેમના પુત્ર સહિત 6 લોકો સવાર હતા, આ તમામના મોત થયા હતા.
સમાચાર વેબસાઈટ ‘આઈહરારે’એ અહેવાલમાં જણાવ્યું છે કે, મશાવાના જવામહાંડે વિસ્તારમાં પ્લેન ક્રેશ થતા કંપની ‘રિયોજિમ’ ના માલિક હરપાલ રંઘાવા, તેમના પુત્ર અને ચાર અન્ય લોકોના મોત થયા છે. ‘રિયોજિમ’ કંપની સોનું અને કોલસાના ઉત્પાદન ઉપરાંત નિકલ અને તાંબાને રિફાઈન્ડ કરનારી મુખ્ય માઈનિંગ કંપની છે.