એનસીપીના નેતા પ્રફુલ પટેલ સામેનો ભ્રષ્ટાચારનો કેસ બંધ કરી દેવાયો
ભાજપના વોશિંગ મશીન નો વધુ એક જાદુ?
સીબીઆઇ કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ રજૂ કર્યો
યુપીએ ના શાસન દરમિયાન એર ઇન્ડિયાના એરક્રાફ્ટ લીઝ ઉપર આપવામાં ભારે ગેરરીતિ થઈ હોવાનો સીબીઆઇએ તત્કાલીન એવીએશન મિનિસ્ટર પ્રફુલ પટેલ સામે કરેલો કેસ હવે બંધ કરી દેવામાં આવ્યો છે.પ્રફુલ્લ પટેલ એ સમયે યુપીએ ગઠબંધનમાં સામેલ એનસીપીમાં હતા.એનસીપી ના ફાડિયા થયા બાદ હાલમાં તેઓ મહારાષ્ટ્રમાં સત્તામાં ભાગીદાર અજીત પવાર ની એનસીપી સાથે છે.
પ્રફુલ પટેલ એવીએશન મિનિસ્ટર હતા ત્યારે મોટી સંખ્યામાં એર ઇન્ડિયાના વિમાનો લીઝ ઉપર આપવામાં આવ્યા હતા. તેને કારણે એર ઇન્ડિયા ને ખૂબ મોટું આર્થિક નુકસાન થયું હોવાનો અને ખાનગી પાર્ટીઓ માલામાલ થઈ ગયો હોવાનો આરોપ મૂકી સીબીઆઇએ 2017માં ગુનો નોંધ્યો હતો.જો કે પ્રફુલ પટેલ સત્તામાં ભાગીદાર થયા તે પછી તેની તપાસ કોરાને મુકાઈ ગઈ હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું. દરમિયાન ગુરુવારે સીબીઆઇ એ આ પ્રકરણમાં કાંઈ પણ ખોટું થયું હોવા અંગે કોઈ પુરાવા ન હોવાનું જણાવી દિલ્હી ની કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ રજૂ કરી દીધો હતો. નોંધનીય છે કે આ અગાઉ અજીત પવાર સામેના કેટલાક કેસમાં પણ ક્લોઝર રિપોર્ટ રજૂ કરી દેવાયો છે.