મુખ્ય ચૂંટણી કમિશનરે રહીમનો દૂહો અને બશીર બદ્રની શાયરી કહી
ચૂંટણી પંચના કમિશનર રાજીવ કુમારે રાજકીય પક્ષોને પણ ભાષણો સમયે સંયમ જાળવવાની સલાહ આપી હતી. ચૂંટણી પંચ નેતાઓ દ્વારા બોલવામાં આવતી બાબતોને પણ સ્ક્રુટીનાઈઝ કરતા હોય છે અને કોઈ અણછાજતા નિવેદનો ન બોલવામાં આવે તેનું ધ્યાન રાખતા હોય છે. આ વાત કરતા સમયે રાજીવ ગુપ્તાએ બે વાર પોતાનો શાયરાના અંદાજ રજુ કર્યો હતો. તેમણે રહીમનો દુહો કહ્યો હતો. रहिमन धागा प्रेम का, मत तोरो चटकाय. टूटे पे फिर ना जुरे, जुरे गाँठ परी जाय. જેનો અર્થ થાય છે કે પ્રેમના દોરે આપણે બંધાયેલા છે તે તૂટવો ન જોઈએ. તૂટે ને તેને ફરી બાંધીએ ત્યારે ગાંઠ પડી જાય છે.
જ્યારે બીજી વાર તેમણે બશીર બદ્રની શાયરી કહી હતી. दुश्मनी जम कर करो लेकिन ये गुंजाइश रहे , जब कभी हम दोस्त हो जाएँ तो शर्मिंदा न हों . તેમણે આ શાયરી કહી ત્યારે પત્રકારો અને ચૂંટણી પંચના અધિકારીઓએ તાળીઓ વગાડી હતી. ત્યારબાદ કમિશનરે કહ્યું હતું કે આજકાલ ગમે ત્યારે દુશ્મની અને ગમે ત્યારે દોસ્તી થતી જોવા મળે છે.
કમિશનરે જણાવ્યું હતું કે અમે હિમાલયની બર્ફીલી પહાડીઓ.કન્યાકુમારીનો સમુદ્ર, રાજસ્થાનના રણ અને ઓરીસ્સાના જંગલોની અંદર જઈ મતદાનની વ્યવસ્થા કરીએ છીએ ત્યારે મતદારોએ સો ટકા મતદાન કરી પોતાની ફરજ બજાવવી જોઈએ.