કેન્દ્ર સરકારે ઓચિંતુ પાછુ ખેંચ્યુ ઈન્કમ ટેક્સ બિલ : 11 ઓગસ્ટે નવા સુધારા રજુ થશે નવું બિલ, જાણો શું આવશે બદલાવ, કોને થશે અસર
કેન્દ્ર સરકારે એક અણધાર્યા પગલાંમાં લોકસભામાં થોડા દિવસ પહેલા રજૂ કરેલુ ઇન્કમટેક્સ બીલ શુક્રવારે પાછુ ખેંચી લીધું હતું. સુત્રો અનુસાર, આ બીલમાં વધુ સુધારાની જરૂર જણાતા તે પાછુ ખેંચી લેવામાં આવ્યું છે. હવે સુધારા સાથેનું બીલ ૧૧ ઓગસ્ટને સોમવારે લોકસભામાં ફરીથી મુકવામાં આવશે. સત્તાવાર સુત્રોએ કહ્યુ હતું કે, આ બિલ માટે બૈજયંત પાંડાના નેતૃત્વ હેઠળ ઘડાયેલી કમિટી હવે નવા સુધારા સાથેનું વર્ઝન 11 ઓગસ્ટના રોજ રજૂ કરશે.
પાર્લામેન્ટ્રી સિલેક્ટ કમિટીનાં ચેરમેન અને ભાજપના સાંસદ બૈજયંત પાંડાના જણાવ્યા અનુસાર,નવા બીલને સંસદની મંજુરી મળે પછી કાયદાના માળખાને સરસ બનાવી શકાશે. સાથોસાથ આ અંગે પ્રવર્તી રહેલી કાનૂની ગેરસમજ પણ ઓછી થશે અને વ્યક્તિગત કરદાતા તથા નાના ઉદ્યોગો માટેના લીટીગેશન ઓછા કરી શકાશે.

1961ના જુના ઈન્કમ ટેક્સ એક્ટના સ્થાને નવુ બિલ લાવવાની જોગવાઈ
31 સભ્યોની કમિટીએ બિલ પર અનેક મહત્ત્વપૂર્ણ ભલામણો આપી
કમિટીએ ધાર્મિક- અને અમુક સંસ્થાઓને મળતા ગુપ્ત દાન પર છૂટ રજૂ કરવાની ભલામણ કરી છે.
કરદતાઓએ આઈટીઆર ફાઈલિંગની અંતિમ તારીખ બાદ પણ કોઈ પેનલ્ટી વિના ટીડીએસ રિફંડ ક્લેમ કરવાની મંજૂરી આપતી ભલામણ છે ઉપરાંત એનજીઓને રાહત આપવાની જોગવાઈ પણ છે.
સરકારના આ નવા બિલમાં એનજીઓને મળતાં ગુપ્ત દાનને ટેક્સમાંથી બાકાત રાખવાની ભલામણ કરવામાં આવી છે. ધાર્મિક ટ્રસ્ટ માટે મળતુ દાન જ ટેક્સમાંથી બાકાત રાખવાની જોગવાઈ કરી છે. જ્યારે આ ધાર્મિક ટ્રસ્ટ હોસ્પિટલ, શાળા અને અન્ય ચેરિટેબલ ગતિવિધિઓનું પણ સંચાલન કરે છે. ત્યારે તેને મળતાં દાન પર ટેક્સ લાગુ થશે.
બૈજયંત પાંડાની આગેવાની હેઠળની આ કમિટીની ભલામણોને નવા બિલમાં સમાવવામાં આવે, તો તે વ્યક્તિગત કરદાતાઓ અને બિન-લાભકારી સંસ્થાઓ બંનેને રાહત આપી શકે તેમ હતી. જેમાં કર પ્રણાલીને સરળ બનાવવાની સાથે, આ સૂચનો ભારતની સામાજિક અને ધાર્મિક સંસ્થાઓને નાણાકીય સ્થિરતા પણ પ્રદાન કરવાની જોગવાઈ હતી. પરંતુ તેને પાછું ખેંચી તેમાં વધુ સુધારાની જરૂર હોવાના સંકેતો જણાઈ રહ્યા છે.
