‘The Ba**ds Of Bollywood’ માનહાનિ કેસ : દિલ્હી હાઈકોર્ટે શાહરૂખ અને ગૌરી ખાનને સમન્સ પાઠવ્યા, સમીર વાનખેડેએ માંગ્યું 2 કરોડનું વળતર
શાહરૂખ ખાન અને ગૌરી ખાનની પ્રોડક્શન કંપની, રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ, વેબ સિરીઝ “ધ બેડીઝ ઓફ બોલિવૂડ” નું નિર્માતા છે, જે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે. IRS અધિકારી સમીર વાનખેડેએ બંને સામે માનહાનિનો દાવો દાખલ કર્યો હતો, જેની સુનાવણી આજે, 8 ઓક્ટોબર, 2025 ના રોજ દિલ્હી હાઈકોર્ટમાં થઈ હતી. સુનાવણી દરમિયાન, કોર્ટે નેટફ્લિક્સ અને રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ બંનેને નોટિસ ફટકારી હતી. ઉલ્લેખનીય છે કે સમીર વનખેડેએ માનહાનિનો કેસ દાખલ કરીને ₹2 કરોડના વળતરની માંગ કરી છે. ત્યારે હવે આગામી સુનાવણીમાં શું થશે તે જોવાનું રહ્યું!
આગામી સુનાવણી 30 ઓક્ટોબરે થશે
દિલ્હી હાઈકોર્ટે બુધવારે અભિનેતા શાહરૂખ ખાન, તેની પત્ની ગૌરી ખાનની કંપની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ સામે માનહાનિના કેસમાં સમન્સ જારી કર્યા છે. ભૂતપૂર્વ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અધિકારી સમીર વાનખેડે દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આ સમન્સ જારી કરવામાં આવ્યા છે. કોર્ટે તમામ પક્ષોને જવાબ દાખલ કરવા માટે સાત દિવસનો સમય આપ્યો છે. આ કેસમાં આગામી સુનાવણી 30 ઓક્ટોબરે થવાની છે.
તેમની અરજીમાં, સમીર વાનખેડેએ આરોપ લગાવ્યો હતો કે 18 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થયેલી વેબ સિરીઝ “ધ બેડ્સ ઓફ બોલિવૂડ” એ તેમની પ્રતિષ્ઠાને કલંકિત કરી છે. આ શો શાહરૂખ ખાનના પ્રોડક્શન હાઉસ, રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા બનાવવામાં આવ્યો હતો અને નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો.
વાનખેડે કહે છે કે શ્રેણીમાં એક પાત્ર તેમને NCB અધિકારી તરીકે દર્શાવવાનો પ્રયાસ કરે છે, અને જે દ્રશ્યોમાં તેમને બતાવવામાં આવ્યા છે તે તેમને બદનામ કરે છે.
સમીર વાનખેડેએ 2 કરોડ રૂપિયાનું વળતર માંગ્યું
ભૂતપૂર્વ NCB અધિકારીએ કોર્ટને શોની સામગ્રીને બદનક્ષીભરી જાહેર કરવા વિનંતી કરી છે અને 2 કરોડ રૂપિયાનું વળતર માંગ્યું છે. વાનખેડેનો દાવો છે કે શો પ્રસારિત થયા પછી, તેમને સોશિયલ મીડિયા પર અનેક અપમાનજનક પ્રતિક્રિયાઓનો સામનો કરવો પડ્યો હતો, જેનાથી તેમની જાહેર છબીને ભારે નુકસાન થયું હતું. તેમના મતે, આ શો માત્ર ખોટો જ નથી પણ તેમની વ્યાવસાયિક પ્રામાણિકતા પર પણ પ્રશ્ન ઉઠાવે છે.
આ પણ વાંચો :ધનતેરસ પહેલા જ ગોલ્ડ-સિલ્વરના ભાવમાં ઐતિહાસિક ઉછાળો: સોનું ₹1.21 લાખને પાર, ચાંદી પણ તોફાની તેજી
‘કોઈની છબી સાથે છેડછાડ કરી શકાતી નથી’
માનહાનિ અરજીમાં, તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ સર્જનાત્મક અથવા ફિલ્મી કલ્પનાના આડમાં વ્યક્તિની છબી સાથે છેડછાડ કરી શકાતી નથી. વાનખેડેએ એમ પણ કહ્યું હતું કે શોમાં તેમનું નામ અથવા ઓળખ સીધી રીતે ઉપયોગમાં લેવામાં આવી ન હતી, પરંતુ દર્શકો માટે સ્પષ્ટ છે કે પાત્ર તેમનાથી પ્રેરિત છે.
પ્રારંભિક સુનાવણી દરમિયાન, દિલ્હી હાઈકોર્ટે તમામ પ્રતિવાદીઓને નોટિસ જારી કરી હતી અને તેમને સાત દિવસની અંદર જવાબ આપવાનો નિર્દેશ આપ્યો હતો. આગામી સુનાવણી 30 ઓક્ટોબરે થશે.
