જાપાનમાં 6.7 ના શક્તિશાળી ભૂકંપની ભયંકર લહેર, સુનામી એલર્ટ જારી
જાપાનને આ અઠવાડિયે ચોથીવાર ધરતી હચમચી છે. શુક્રવારે સવારે 8:14 (ભારતીય સમય અનુસાર) 6.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેની ઊંડાઈ 10.7 કિ.મી. હતી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોમાં ભય ફેલાઈ ગયો.
હોક્કાઇડો, આઓમોરી, ઇવાટે અને મિયાગી પ્રિફેક્ચર માટે 1 મીટર સુધી ઉંચા મોજા માટે સુનામીની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે.
આ અઠવાડિયે જાપાનમાં 7.6, 6.7 અને 6.5 મિગ્રિના ભૂકંપનો સિલસિલો રહી ચૂક્યો છે, જે દેશને સતત એલર્ટ પર રાખે છે.
જાપાન સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર હવામાન, ટ્રેનો અને કોસ્ટલ હાઇવે બંધ કરીને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.
અત્યાર સુધી મોટા નુકસાનના અહેવાલ નથી મળ્યા, પરંતુ ટેક્ટોનિક પ્લેટો પર દબાણ વધતા “મેગાક્વેક એડવાઇઝરી” જાહેર કરવામાં આવી છે, જે આ અઠવાડિયામાં વધુ 8.0 તીવ્રતાના ભૂકંપની સંભાવના દર્શાવે છે.
