બે મોટા શહેરોની જનતા ફફડે છે, મોટાપાયે ખુવારી થઈ શકે
ચીન પર એક પછી એક આફતો આવી રહી છે. પહેલા પૂર આવ્યું હતું અને તેમાં તબાહી થઈ હતી અને હવે ભયાનક વાવાઝોડું ફૂકાયું છે અને તેમાં 150 થી વઘુ ઘર ધ્વસ્ત થઈ ગયા હતા. મોટા પાયે ખુવારીની શંકા પણ છે. જો કે 10 ના મોત થયાનું જાહેર કરાયું છે.
ખાસ કરીને સૂકીયાન શહેરની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે અને અહીં અનેક ઇમારતો પડી ગઈ હતી. કેટલાક લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. અહી વધુ લોકોના મોતની શંકા છે.
વાવાઝોડું ફૂકાયું તે પહેલા હવામાન વિભાગે વિનાશક વરસાદની અને બેકાબૂ પવનની આગાહી કરી હતી. પરંતુ ભયાનક વાવાઝોડું ત્રાટકી ગયું હતું વહીવટી તંત્રની કોઈ તૈયારી નહોતી.
ટૂકા સમય માટે વાવાઝોડું ફૂકાયું હતું પરંતુ નુકસાની ઘણી થઈ છે અને 2000 ઈમારતોને નુકસાની થઈ હોવાનું અહેવાલમાં જણાવાયું છે. મૃત્યુઆંક પણ વધી શકે છે. જે લોકોની સારવાર ચાલી રહી છે તેમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.