પાકિસ્તાનનું ટેન્શન વધશે : અમેરિકાથી આવતા અઠવાડિયે આવશે 3 અપાચે હેલિકોપ્ટર, ભારતીય સેનાની તાકાતમાં થશે વધારો
ભારત પાકિસ્તાન સાથેની ભારતીય સરહદને વધુ સુરક્ષિત બનાવવા માટે કેટલાક મોટા પગલાં લેવા જઈ રહ્યું છે. આનાથી માત્ર સરહદની સુરક્ષા જ નહીં પરંતુ આક્રમક ક્ષમતામાં પણ વધારો થશે. હવે 21 જુલાઈના રોજ, ભારતને અમેરિકા પાસેથી ત્રણ અપાચે લડાયક હેલિકોપ્ટરનો પહેલો જથ્થો મળવા જઈ રહ્યો છે.
અપાચે એટેક હેલિકોપ્ટરની ડિલિવરી આ અઠવાડિયે થશે
ભારત પોતાની તાકાતમા વધારો કરી રહ્યો છે. અમેરિકાથી અપાચે એટેક હેલિકોપ્ટરની ડિલિવરી આ અઠવાડિયે થવા જઈ રહી છે. પહેલા કન્સાઇનમેન્ટ હેઠળ કુલ ત્રણ અપાચે હેલિકોપ્ટર પ્રાપ્ત થશે જે રાત્રિના અંધારામાં પણ લક્ષ્યને શોધી અને હિટ કરી શકશે. લાંબા સમયથી યુએસ આર્મીમાં તૈનાત આ હેલિકોપ્ટરની ખૂબ માંગ છે. અત્યાર સુધીમાં આ હેલિકોપ્ટર અમેરિકા દ્વારા લગભગ 20 દેશોમાં પહોંચાડવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ડિજિટલ અરેસ્ટે યુવાનનો ભોગ લીધો : નકલી CBI ઓફિસરની ધમકીથી ગભરાઈને 11 લાખ ચૂકવ્યા બાદ કર્યો આપઘાત
સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત પાકિસ્તાન સાથેની સરહદ પર આ હેલિકોપ્ટર તૈનાત કરવાની તૈયારી કરી રહ્યું છે. 2 જુલાઈના રોજ સમાચાર આવ્યા હતા કે, આ હેલિકોપ્ટરની ડિલિવરીની રાહ સમાપ્ત થશે અને તે આ મહિને જ ભારત આવી શકે છે.
આ હેલિકોપ્ટરને ‘એર ટેન્ક’ પણ કહેવામાં આવે છે
આ હેલિકોપ્ટરને ‘એર ટેન્ક’ પણ કહેવામાં આવે છે. અમેરિકાથી આવનારા અપાચે હેલિકોપ્ટર ગાઝિયાબાદના હિંડન એરફોર્સ સ્ટેશન પર ઉતરશે. ભારતીય સેનાએ આ હેલિકોપ્ટર માટે એક અલગ કાફલો તૈયાર કરી લીધો છે. આ 15 મહિના પહેલા જોધપુરમાં શરૂ થઈ ચૂક્યું છે. પરંતુ હેલિકોપ્ટરની ડિલિવરી અટકી ગઈ હતી. તેનું કારણ એ હતું કે, વિશ્વના ભૂ-રાજકીય સમીકરણો બદલાઈ ગયા હતા અને ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર પણ વેપાર ટેરિફ વગેરેમાં વ્યસ્ત હતું. નોંધનીય છે કે, ભારતીય વાયુસેના પાસે પહેલાથી જ પઠાણકોટ અને જોરહાટમાં બે સ્ક્વોડ્રન સક્રિય છે.
આ પણ વાંચો : રાજકોટ એરપોર્ટ પરથી ઓગસ્ટમાં કાર્ગો સેવા થશે શરૂ : ઓથોરીટી દ્વારા સત્તાવાર જાહેરાત, વેપારીઓ-ઉદ્યોગકારોને થશે મોટી રાહત
નાઇટ વિઝન નેવિગેશન સિસ્ટમ
અમેરિકન કંપની બોઇંગ અને ટાટા દ્વારા હૈદરાબાદમાં એક સંયુક્ત સાહસ પણ ચાલી રહ્યું છે. અહીં ઉત્પાદિત એક અપાચે હેલિકોપ્ટર 2023 માં ભારતીય સેનાને મળ્યું હતું. આ હેલિકોપ્ટરની ખાસિયત એ છે કે, તે અંધારામાં પણ હુમલો કરી શકે છે. આ ઉપરાંત તે કોઈપણ હવામાનમાં સચોટ ડેટા મેળવી શકે છે. આ હેલિકોપ્ટરમાં નાઇટ વિઝન નેવિગેશન સિસ્ટમ છે.
ભારતે કરી હતી એર સ્ટ્રાઈક
એ નોંધવું જોઈએ કે પહેલગામ આતંકવાદી હુમલાના બદલામાં, ભારતે 6-7 મેની રાત્રે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં શ્રેણીબદ્ધ હુમલા કર્યા હતા. ભારતે 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા અને આ સમય દરમિયાન બંને દેશો વચ્ચે તણાવ ઘણો વધી ગયો હતો. 10 મેના રોજ, બંને દેશો યુદ્ધવિરામ પર સંમત થયા હતા.